Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો

લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો

માતરના લીંબાસી ગામે તારાપુર રોડ પર આવેલ એક ખેતરમાં સોમવાર મધરાતના સમયે બહારથી કન્ટેનરમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો કટીંગ કરતા હતા બરોબર આ જ સમયે બાતમીના આધારે ત્રાટકેલ પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૧૨૦૯૬ કિંમત રૂપિયા ૬૪,૯૫,૬૦૦ ના જથ્થા સાથે સાત બુટલેગરોને ઝડપી પાડયા છે સાથે પોલીસે ત્યાંથી કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા ૧.૩૦ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.

જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર શંકર બિશ્નોઈ વિદેશી દારૂનું જથ્થો ભરેલ કાર લઈ ત્યાંથી પોલીસને ચકમો આપી રફુચક્કર થઈ ગયો હતો બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસે નડિયાદ નજીક પીપલગ ગામ પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ એપીએમસી સામેથી બુટલેગર શંકર બિશ્નોઈ અને તેના એક સાગરીતને વિદેશી દારૂના જથ્થા સાથે દબોચી લીધો છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.