જેહાદના વધતા કિસ્સાઓને લઈને વડોદરાની મુલાકાત દરમિયાન રાજયના ગૃહમંત્રીએ આપેલા નિવેદન બાદ શહેર પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ મથકોના પીઆઈને નિયમીત રીતે હોટેલોનું ચેકિંગ કરવા માટે સુચના આપી છે. જેના પગલે ગેરકાયદે અને એન્ટ્રી પાડયા સિવાય હોટલ કે ગેસ્ટહાઉસમાં રૂમો આપતાં સંચાલકોમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે. જરૂર પડયે પોલીસ પણ ફરિયાદી બનશે.એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
મંગળવારે વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું હતું કે ‘પોલીસ હવે લવ જેહાદને રોકવા માટે કડક પગલાં ભરશે. જેના માટે પોલીસ તેના વિસ્તારની હોટલોનું ચેકિંગ કરશે. ગૃહમંત્રીના નિવેદનના પગલે શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે શહેરના 24 પોલીસ મથકોને નિયમીત રીતે હોટલો ચેક કરવાની સુચના આપી છે.જેના પગલે 24 પોલીસ મથકોના પીઆઈ ચેકિંગની ગતિવિધી માટે સજજ થઇ ગયા છે.
વડોદરામાં ઇરફાને હિંદુ નામ સાથે રૂમ બુક કરીને યુવતી સાથે લવ જેહાદ કરવાની ઘટના બાદ સરકાર એક્શનમાં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન.
કહ્યું, "અમે આ બાબતે ખુબ ગંભીરતાથી પગલાં ભરવા માટે મક્કમ છીએ"
ગુજરાતભરની હોટેલોમાં ચેકીંગ કરવા માટે પોલીસને અપાયા છે આદેશ.… pic.twitter.com/IlACvRxiEk
— One India News (@oneindianewscom) June 28, 2023
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ‘નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે તંત્ર ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસને શહેરમાં દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે. વડોદરાની ઘટનાના વિડિયો વાયરલ થયા બાદ તે ઘટનામાં ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. સાથે અરવલ્લીમાં બનેલી ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી હતી.