Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે શાંતિપૂર્વક મતદાન યોજાયું

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે શાંતિપૂર્વક મતદાન યોજાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નર્મદા જિલ્લામાં મતદાન યોજાયું હતું. જેમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા ૨૧-છોટાઉદેપુર મતવિસ્તારમાં આવેલા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારના મતદાન મથકો તથા ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવેલા ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે બંદોબસ્તમાં ફાળવેલા સુરક્ષાકર્મીઓએ એલર્ટ મોડમાં રહીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની પુરતી તકેદારી રખાઇ હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમજ મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી.

 

 

 

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.