દિલ્હીમાં NCPની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.
#WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with 'Gaddaar' (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9
— ANI (@ANI) July 6, 2023
સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે
નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે છે અને ભારત દેશનો ઇતિહાસ છે કે તેને ક્યારેય વિશ્વાસઘાત કરનારાઓને માફ નથી કર્યો
શરદ પવાર પહોંચ્યા દિલ્હી
NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી પહોંચ્યા છે. સાથે જ સુપ્રિયા સુલે પણ ગયા છે. શરદ પવારે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.
અજિત પવારને એનસીપી અધ્યક્ષ બનાવવામાં આવ્યા
બુધવારે અજિત પવાર જૂથ તરફથી નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે ચૂંટણી પંચને એક સોગંદનામા દ્વારા જાણ કરવામાં આવી છે કે અજિત પવારને 30 જૂને એનસીપીના સભ્યોએ બહુમતથી એનસીપી પ્રમુખ ચૂંટ્યા છે.