સાઉથ ફિલ્મોના દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પેલેસ્ટાઈનની સરખામણી કાશ્મીર સાથે કરી છે. એટલું જ નહીં તેમણે પોતાના નિવેદનમાં એવું કંઈક કહ્યું છે કે, ફરી એકવાર તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. પ્રકાશ રાજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી. એક્ટર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી ઘણી હેડલાઈન્સ બનાવી ચૂક્યા હોય.
દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં અભિનેતા કહી રહ્યા છે કે, પેલેસ્ટાઈનમાં જે પણ થઈ રહ્યું છે તે ન્યાય છે? આપણને ન્યાયની જરૂર છે. પ્રકાશ રાજ આગળ કહે છે કે, ‘તમે પક્ષ ન લઈ શકો કારણ કે પક્ષ લેવા માટે કોઈ મુદ્દો નથી. તમે તેમને તેમની જમીન આપો. બસ એટલું જ.’
Prakash Raj compares Palestine with Kashmir- Says give them their land pic.twitter.com/d28WIaf0pC
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 18, 2024
અભિનેતાએ આગળ કહ્યું હતું કે, ‘તેઓ કેવી રીતે જીવંત રહે છે તે તમારો વ્યવસાય નથી. અમે મોટા ભાઈ બનવા માંગીએ છીએ. અમે પણ કારશ્મીરના મોટા ભાઈ બનવા માંગીએ છીએ પરંતુ એવું ન થયું.* અભિનેતાનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીડિયો જોયા બાદ લોકો તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે પ્રકાશ રાજ અગાઉ પણ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે ક્યારેક સનાતન ધર્મને લઈને તેમના શબ્દો બગડયા છે તો ક્યારેક તેઓ ચંદ્રયાન પર વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં આવ્યા છે. આ સિવાય અભિનેતા સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટ્વીટ પણ પોસ્ટ કરતા રહે છે. આ કારણે તેમને ઘણી વખત ટ્રોલનો શિકાર બનવું પડયું છે. આ વખતે પણ તે પેલેસ્ટાઈનની સરખામણી કાશ્મીર સાથે કરવા બદલ ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે.