કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના વહીવટીતંત્રને તેમના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી સિવાય અન્ય કોઈ કામ સોંપવામાં ન આવે. આ સૂચનાને પગલે મહારાષ્ટ્રમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ સાથે સાથે યોજાય તેવી અટકળોને વેગ મળ્યો છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને તેમના તાબાના ચૂંટણી સ્ટાફને ચૂંટણી સિવાય અન્ય કામગીરી સોંપવી નહિં. ચૂંટણી કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ બાબતે ભાજપ અને એન.સી.પી.ના કેટલા નેતાઓએ સંકેતો આપ્યા હતા એના વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચનો ઉપરોક્ત આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી પંચના મુખ્ય કમિસનરને આદેશ જારી કર્યો છે. બન્ને ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓને મત વિસ્તારમાં સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની મુદત ઓકટોબર ૨૦૨૪માં પૂણ થવાની છે. જોકે, લોકસભાની ચૂંટણી એપ્રિલ ૨૦૨૪માં યોજાશે. તેથી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનું વિસર્જન કરીને લોકસભાની સાથે બન્ને રાજ્યોની ચૂંટણી સાથે યોજાવાની અટકળોએ વેગ પકડયો છે.