Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં સંગીત પ્રાધ્યાપકની ભરતી મુદ્દે રજૂઆત, Music Department શરૂ કરવાની માંગ ઉઠી

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં સંગીત પ્રાધ્યાપકની ભરતી મુદ્દે રજૂઆત, Music Department શરૂ કરવાની માંગ ઉઠી

Tribal culture અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત Birsa Munda Tribal University ખાતે હજુ સુધી સંગીત (Music) વિષય માટે કોઈ પ્રાધ્યાપક અથવા વિભાગ શરૂ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્થાનિક સંગીતપ્રેમીઓ અને શિક્ષણ ક્ષેત્રના જાગૃત નાગરિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.

માહિતી અનુસાર, University માં Arts, Commerce અને Science જેવા વિષયો ઉપલબ્ધ છે, પરંતુ Tribal culture નો અગત્યનો ભાગ ગણાતો સંગીત વિષય હજુ સુધી શૈક્ષણિક માળખામાં સમાવેશ પામ્યો નથી. સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ University સત્તાધીશો સમક્ષ Music Department શરૂ કરવાની તથા Music Teacher / Professor ની ભરતી કરવાની રજૂઆત કરી છે.

સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે Music Department શરૂ થવાથી વિદ્યાર્થીઓને સંગીત ક્ષેત્રમાં શિક્ષણ અને રોજગારની નવી તકો મળશે, તેમજ Tribal culture અને પરંપરાગત કળાઓને વધુ પ્રોત્સાહન મળશે. University નું મુખ્ય ઉદ્દેશ Tribal વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો હોવાથી સંગીત વિષયનો સમાવેશ કરવો જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આ અંગે સંબંધિત સત્તાધીશો તથા Tribal Development Department સમક્ષ પણ લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં Music Department શરૂ થાય અને વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.

શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસને ધ્યાનમાં રાખીને University દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.