રાજપીપળા નાદોદ તાલુકાના પાટણા ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પાવન અવસરે વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમંગ અને શ્રદ્ધાભાવે ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરે વહેલી સવારે મહાદેવની વિધિવત પૂજા-અર્ચના, અભિષેક અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે નિલકુમાર રાવએ (જિલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહી ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને જિલ્લાની સુખ-સમૃદ્ધિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમના સાથે અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોએ પણ ભાવભેર પૂજા કરી હતી.
મંદિર આયોજકો દ્વારા ભક્તજનો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શિવરાત્રિના આ પાવન અવસરે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક અને આનંદમય માહોલ સર્જાયો હતો.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom