જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાદેવના પ્રખ્યાત મહા શિવરાત્રિ મેળામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં વિવાદ સર્જાયો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાઈ છે.
મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી પ્રસંગ દરમિયાન કીર્તિ પટેલ ભવનાથ ખાતે પહોંચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે તેઓ સાધુ-સંતો સાથે મૃગીકુંડમાં પ્રવેશ કરી ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સ્નાન કરતા દેખાય છે. જોકે, આ ઘટનાને લઈને કેટલાક સાધુ-સંતોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને ધાર્મિક પરંપરા અને નિયમોના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિક તંત્રને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કીર્તિ પટેલને મૃગીકુંડ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે મૃગીકુંડમાં સ્નાન સંબંધિત નીતિ-નિયમો અંગે સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે. જો તપાસ દરમિયાન ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો મુદ્દો સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
ભવનાથ મહાદેવનો મહા શિવરાત્રિ મેળો દર વર્ષે હજારો ભક્તો અને સાધુ-સંતોની ઉપસ્થિતિ સાથે ભવ્ય રીતે ઉજવાય છે. મૃગીકુંડમાં થતું શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે, જેના કારણે આ ઘટના વધુ ચર્ચાનો વિષય બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom