ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ એ એક મોટી કાર્યવાહી કરતા સૈન્ય અધિકારીને બરતરફ (dismissed Indian Army officer) કરી દેવામાં આવ્યો છે, આ સૈન્ય અધિકારી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો અને સેનાની માહિતી પાકિસ્તાનને આપતો હતો.
અધિકારીની ભૂલને કારણે દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સ્ટ્રેટેજિક ફોર્સિસના કમાન્ડ (SFC) યુનિટમાં તૈનાત સૈન્ય અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સેનાની તપાસમાં અગાઉ જાણવા મળ્યું હતું કે અધિકારીએ ઘણી ભૂલો કરી હતી જેના કારણે દેશની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ હતી. આ અધિકારી સામે માર્ચ 2022થી તપાસ ચાલી રહી હતી. આ પહેલા કર્નલ અને બ્રિગેડિયર સહિત ચાર વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને આ જ જાસૂસી કેસમાં જ સસ્પેન્ડ કપવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ બરતરફ કરેલા સૈન્ય અધિકારી પર ઉત્તર ભારતમાં SFC યુનિટમાં પોસ્ટિંગ દરમિયાન પોતાના મોબાઈલમાં પટિયાલા પેગ નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેમાં તે સંપૂર્ણ ડેટા પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો. સસ્પેન્ડ કરાયેલા કર્નલ, બ્રિગેડિયર સહિત વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ આ ગ્રુપનો ભાગ હતા. ગયા વર્ષે જ SFCએ આ અધિકારી વિરુદ્ધ તપાસ માટે એક બોર્ડની રચના કરી હતી, જેમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્મી એક્ટ, 1950 ની કલમ 18 અને બંધારણની કલમ 310 હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને મેજરની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.. આ આદેશ 15મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને આ મહિનાની શરુઆતમાં સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ યુનિટમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો.