ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજે ગુજરાત આવશે. રાષ્ટ્રપતિ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે સીધા અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ 5.30 વાગ્યે પહોંચશે. પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સહિત રાજ્યના ચીફ સેકેટરી સહિત સિનિયર નેતાઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે 10 વાગ્યે વિધાનસભા ખાતે ઇ વિધાનસભનું લોકાર્પણ કરશે.
જાણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો સમગ્ર કાર્યક્રમ
13 સપ્ટેમ્બરે પ્રથમ વખત ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. જેને લઈ ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપતિ મૂર્મુના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. જેમાં રાજ્યપાલ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સીધા રાજભવન જવા માટે રવાના થશે.
રાષ્ટ્રપતિ આજે રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. આવતીકાલે સવારે વિધાનસભા સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ ગૃહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે 10 વાગ્યે વિધાનસભા ખાતે ઇ વિધાનસભાનું લોકાર્પણ કરશે.
આવતીકાલથી પ્રથમ વખત ગુજરાતની ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. જે બાદ મહામહિમ સંબોધન પણ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તમામ ધારાસભ્યોને ઈ-વિધાનસભા અંગેની તાલીમ પણ આપી છે.
આજે તમામ 182 ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના
ઈ-વિધાનસભાના લૉન્ચિંગ પહેલા આજે તમામ 182 ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દેવાઈ છે. આ સૂચના વિધાનસભામાંથી આપવામાં આવી છે. કારણ કે આવતીકાલે સવારે 11 કલાકે ગૃહમાં પ્રથણ વખત ઈ-વિધાનસભાનો ડેમો કરાશે. મુખ્યપ્રધાન સહિત તમામ ધારાસભ્યો ગૃહમાં ટેબ્લેટ પર ફાઈનલ પ્રેક્ટીસ કરશે. ત્યારબાદ આવતીકાલે સાંજે 5 કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં 3 દિવસના એજન્ડા નક્કી થશે.
ગુજરાત વિધાનસભાનું સત્ર હવે પરંપરાગત કાગળની કાર્યવાહીમાંથી બહાર નીકળીને ઈ-કલેવર ધારણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ધારાસભ્યોના ટેબલ પર જોવા મળતા દસ્તાવેજો અને ફાઈલો હવેથી ભૂતકાળ બની જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બનશે.