ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક સાબિત થયો છે. ચાંદીના ભાવમાં થયેલી રેકોર્ડબ્રેક તેજીને કારણે તેણે અત્યાર સુધીના તમામ સ્તરો તોડી નાંખ્યા છે અને ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામની ઓલ-ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે. MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં એક જ દિવસે ₹6,061નો જંગી ઉછાળો આવ્યો, જે લગભગ 2.91%નો વધારો દર્શાવે છે.
આ તેજી સાથે ચાંદીનો ભાવ ₹2,14,500 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો, જે રોકાણકારો માટે ઐતિહાસિક ક્ષણ બની છે. ચાંદીની સાથે-સાથે સોનામાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹1,429નો વધારો નોંધાયો, જે 1.06%ની તેજી સાથે ₹1,35,625 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યો.
બજાર નિષ્ણાતો મુજબ, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયામાં નબળાઈ, તેમજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ચાંદીની વધતી માંગને કારણે કિંમતી ધાતુઓમાં આવી તીવ્ર તેજી જોવા મળી રહી છે. ઉપરાંત, શેરબજારમાં અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળી રહ્યા છે, જેના કારણે બુલિયન માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી રહી છે અને કિંમતો નવા રેકોર્ડ બનાવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel