ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે આસામના ગુવાહાટીમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 4 હજાર કરોડના ખર્ચે બનેલા લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (20 ડિસેમ્બર) આસામના બે દિવસના પ્રવાસ દરમિયાન ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ આસામમાં કુલ રૂ. 15,600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. વડાપ્રધાને નવા ટર્મિનલની ઝલક શેર કરતાં જણાવ્યું હતું કે, આ ટર્મિનલ આસામની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને નવી ઊંચાઈ આપશે, જેના કારણે મુસાફરોને વધુ સુવિધા મળશે અને વેપાર તથા પર્યટનને મોટો વેગ મળશે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the new terminal building of the Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati, Assam
(Source: DD) pic.twitter.com/CWUsZbm5pV
— ANI (@ANI) December 20, 2025
ગુવાહાટી એરપોર્ટનું આ નવું ‘બાંબૂ ઓર્કિડ ટર્મિનલ 2’ ખાસ કરીને કોપાઉ ફૂલ (ફોક્સટેલ ઓર્કિડ) અને આસામના સ્થાનિક વાંસથી પ્રેરિત છે. ટર્મિનલની ડિઝાઈન ‘એડવાન્ટેજ આસામ 2.0’ સમિટ દરમિયાન રજૂ કરવામાં આવી હતી, જે આસામની પ્રાકૃતિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઓળખને પ્રતિબિંબિત કરે છે. લગભગ 1.4 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું આ ટર્મિનલ વાર્ષિક અંદાજે 1.3 કરોડ (13.1 મિલિયન) મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તરપૂર્વ ભારતના આઠેય રાજ્યો માટે આ એરપોર્ટ એક મહત્વપૂર્ણ હબ બનશે અને આર્થિક એકીકરણ તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે.
The new Guwahati Airport marks a major milestone in India’s aviation and infrastructure journey — not just for Assam, but for the entire Northeast region. With modern terminals, enhanced capacity, and world-class facilities, this airport will transform travel, boost tourism, and… pic.twitter.com/QokTAgDytT
— Amit Malviya (@amitmalviya) December 20, 2025
આ ટર્મિનલના નિર્માણમાં લગભગ 140 મેટ્રિક ટન ઉત્તરપૂર્વીય વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક કારીગરોને રોજગાર આપવાની સાથે પર્યાવરણને અનુકૂળ વિકાસનું ઉદાહરણ રજૂ કરે છે. ટર્મિનલની અંદર કાજીરંગા નેશનલ પાર્કથી પ્રેરિત લીલાછમ લેન્ડસ્કેપ, આસામની પરંપરાગત ‘જાપી’ ડિઝાઈન, ગેંડાનું પ્રતીક અને કોપાઉ ફૂલ દર્શાવતા 57 ઓર્કિડ્સ મૂકવામાં આવ્યા છે. મુસાફરોને કુદરતની નજીકનો અનુભવ કરાવવા માટે એરપોર્ટ પર લગભગ 1 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે ‘સ્કાય ફોરેસ્ટ’ જેવો અનોખો અહેસાસ થાય છે. આ ઉપરાંત રનવે, એપ્રન, ટેક્સીવે અને એરફિલ્ડ સિસ્ટમમાં મોટા સુધારા કરીને એરપોર્ટને આધુનિક અને ભવિષ્યલક્ષી બનાવવામાં આવ્યું છે. આ રીતે, ગુવાહાટી એરપોર્ટનું નવું ટર્મિનલ ભારતના ટકાઉ અને પ્રાકૃતિક વિકાસના વિઝનનું પ્રતીક બની ઊભર્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel