અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધી ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન્સ ની સંયુક્ત પેનલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ની ચુંટણી મા ઉમેદવારો ની ધોષણા કરવામાં આવી ચુકી છે. હાલ તમામ ચુંટણી ની પ્રક્રિયાઓ અને મતદાન ની પ્રક્રિયા ઓ પણ ચાલી રહી છે.
ત્યારે ગૌરવ પેનલ સૌના સાથ અને સૌના વિશ્વાસ નો મંત્ર લઈને ફાર્મા ક્ષેત્રે એક નવી દિશા નવી પ્રગતી કેવી રીતે લાવી શકાય તે માટે કાર્યરત રહેશે. જે માટે ગૌરવ પેનલ દ્વારા ધોષણા પત્ર જારી કરવામાં આવ્યું.
ફાર્મા ગૌરવ પેનલ
- બેલેટ ક્રમાંક : 25 તન્મય પટેલ (મહેસાણા)બેલેટ ક્રમાંક : 18 જીતુલ પટેલ ( કર્ણાવતી )
- બેલેટ ક્રમાંક : 30 હસમુખ વાઘેલા (બરોડા)
- બેલેટ ક્રમાંક : 16 હિતેન્દ્ર (પૂનમ) પટેલ (મહેસાણા )
- બેલેટ ક્રમાંક : 24 સત્યેન પટેલ ( રાજકોટ )
- બેલેટ ક્રમાંક : 12 ભીખાલાલ ગોયાણી (સુરત )
ગૌરવ પેનલ નુ ધોષણા પત્ર
૧. ફાર્મા ઇન્ડસ્ટ્રી માં ફાર્મસીસ્ટ નો રેશિઓ વધારે રહે એ માટે પ્રત્યેક પ્રયત્ન કરવામાં આવશે.
૨. વિદેશ જવા ઈચ્છુક ફાર્મસીસ્ટ ને ટ્રેનિંગ અને અનુભવ માટે વિવિધ સેન્ટર સાથે ટાઇઅપ કરવા માં આવશે.
૩.ગુજરાત રાજ્ય સરકાર ના નિયમ મુજબ ગુજરાત ની ફાર્મા કંપની માં 85% ગુજરાત રાજ્ય ના રજીસ્ટર ફાર્મસીસ્ટ ની ભરતી થાય એ માટે પ્રયત્ન કરશું.
૪.ફાર્માસીસ્ટ ના પ્રશ્ર્નો અને તેના નિરાકરણ માટે ઓપન ફોરમ ની રચના કરવા માં આવશે.
૫. ફાર્મસી પ્રોફેશન અને ફાર્મસીસ્ટ ની મહત્વતા સમાજ માં વધે એ માટે અવેરનેસ પ્રોગ્રામ કરવા માં આવશે.
૬. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ ના રિજનલ હેલ્પ સેન્ટર ઝોન પ્રમાણે ચાલુ કરવા માં આવશે.
૭.ગુજરાત રાજ્ય ના તમામ રજીસ્ટર ફાર્મસીસ્ટ ને જીવન વીમો અને એક્સીડન્ટ વીમોં આપવા માં અવશે.
૮.ગુજરાત રાજ્ય માં અલગ અલગ વિભાગ માં ફરજ બજાવતા ફાર્મસીસ્ટ ને એક છત નીચે લાવી ફાર્મસીસ્ટ ના હક નું રક્ષણ કરવા માં આવશે.
૯.ઓનલાઇન ફાર્મસી બંધ કરાવવા ના પ્રયત્યનો અમારા અવિરત ચાલુ છે, અને એ અમો ઓનલાઇન ફાર્મસી બંધ ન થાય ત્યાં સુધી કરતા રહીશું.
૧૦. સરકારી નોકરી કરતા ફાર્મસીસ્ટ ને લગતા પડતર પ્રશ્નો જેવા કે કેડર, ગ્રેડ પે , NPA અપાવવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે.
૧૧.નવા ભણીને નીકળેલા વિધાર્થી માટે જોબ ફેર નું આયોજન કરવા માં આવશે.
૧૨. ફાર્મસી એક્ટ 1948 અને PPR 15 નું ચુસ્ત પણે પાલન કરાવવા માં આવશે.
૧૩.ધંધો કરવા ઇચ્છતા ફાર્મસીસ્ટ ને વિના મૂલ્ય યોગ્ય માર્ગદર્શન અને જરૂરી પ્રક્રિયા વિના મૂલ્ય કરી આપવા માં આવશે.
૧૪. ફોરેસ્ટ ઓફિસર માં ફાર્મસીસ્ટ નો સમાવેશ થાય એ માટે પ્રયત્નો કરવા માં આવશે.
૧૫.ફાર્મસીસ્ટ ને નોન પ્રેક્ટિસ એલાઉન્સ અપાવવા નો પ્રયત્ન કરવામાં આવશે.
૧૬. સરકાર માં વિવિધ વિભાગ માં ફાર્મસીસ્ટ ની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરાય એ દિશા માં પ્રયત્ન કરવામાં આવશે.
૧૭. નવો મેડિકલ સ્ટોર ચાલુ કરવા ફાર્મસીસ્ટ માલિક કે ભાગીદાર હોય તોજ લાયસન્સ મળે એવા નિયમ બને એ દિશા માં પ્રયત્ન કરવામાં આવશે.
૧૮. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા બંધ કરેલ ડ્રગ ઇન્ફોર્મેશન સેન્ટર ફરીથી કાર્યરત કરીશું.
૧૯. ફાર્મસીસ્ટ માટે પોકેટ ફ્રેન્ડલી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરીશું.
૨૦. સેમી ગવર્મેન્ટ હોસ્પિટલ (ગ્રાન્ટ ઈન એઈડ) હોસ્પિટલ માં નોકરી કરતા ફાર્માસિસ્ટ મિત્રો માટે સરકારી ધારાધોરણ મુજબ પગાર મળે એ માટે રજુઆત કરીશું.
૨૧. રિટેઇલ મેડિકલ સ્ટોર માં ડિસ્કાઉન્ટ ના બોર્ડ દૂર કરી અંદરોઅંદર થતી પ્રતિસ્પર્ધા બંધ કરવાનો પ્રયત્ન કરીશું.
૨૨. શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ પ્રાધ્યાપક શ્રી ના સન્માન , સ્વમાન અને હક નું રક્ષણ કરવું એ અમારી નૈતિક જવાબદારી છે.
આ તમામ મુદ્દાઓ પર ફાર્મા ગૌરવ પેનલ કાર્યરત રહેશે, અને બધાજ ફાર્માસિસ્ટ મતદારોને વિનંતી છે કે આ ફાર્મા ગૌરવ પેનલને આપનો અમૂલ્ય મત આપી વિજય બનાવો.