Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

વડાપ્રધાન મોદી આગામી ખેડા-આણંદ લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

વડાપ્રધાન મોદી આગામી ખેડા-આણંદ લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

લોકસભા ચુંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે, ત્યારે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨ મે ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે.

આગામી તા. ૭-૫-૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે જે માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, ત્યારે તમામ રાજકીય પક્ષે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ર મે ના રોજ ચૂંટણી જનસભા યોજશે, જેથી ભાજપના હોદ્દેદારો, કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.