ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્સવાળા હેલિકોપ્ટર અને અદ્વિતીય ફોર્મેશન ફ્લાઈંગ માટે જાણીતી આ ટીમ 03 થી 05 ડિસેમ્બર 2025 વચ્ચે પ્રેક્ટિસ કરશે જ્યારે 07 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9.30 વાગ્યાથી અંકલેશ્વર એરસ્ટ્રીપ પર ભવ્ય જાહેર પ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાના શૌર્ય, એરોબેટિક્સ અને ટેક્નિકલ ક્ષમતાનો આ જીવંત નજારો પ્રેક્ષકોને રોમાંચિત કરી દેશે.
સારંગ—‘મોર’નું પ્રતિનિધિત્વ કરતી ભારતીય વાયુસેનાની હવાઈ શાન
‘સારંગ’ નામ સંસ્કૃત શબ્દ ‘મોર’ પરથી લેવાયું છે, જે ભારતીય વાયુસેનાની સૌંદર્ય અને શક્તિનું પ્રતીક છે. ટીમ ભારતીય વાયુસેનાના વાયુ યોદ્ધાઓની ચોકસાઈ, તાલમેલ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સ્થાપના બાદથી જ સારંગે પોતાના તાલમેલભર્યા એરોબેટિક કરતબોથી દેશ-વિદેશના પ્રેક્ષકોને મોહિત કર્યા છે.
આત્મનિર્ભર ભારતનું ગૌરવ — HALનું સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર
સારંગ ટીમની વિશેષતા એ છે કે તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવેલ દેશી હેલિકોપ્ટર ‘ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH)’ નો ઉપયોગ કરે છે. ધ્રુવ હેલિકોપ્ટર દરેક હવામાનમાં બહુમુખી મિશન માટે સમર્થ છે અને ભારતની વધતી ટેકનોલોજિકલ શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા તરફના સફરની ઝાંખી આપે છે.
2004થી વિશ્વભરમાં વખાણ મેળવનારી ટીમ
સારંગ ટીમે પોતાની આંતરરાષ્ટ્રીય સફર 2004માં સિંગાપોરમાં એશિયન એરોસ્પેસ શો સાથે શરૂ કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી તેમણે 390થી વધુ સ્થળોએ 1,200થી વધુ એર શોમાં હવાઈ પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર ભારતીય વાયુસેનાની પ્રતિભા અને ટેક્નિકલ શક્તિઓનું પ્રદર્શન કર્યું છે. ટીમ આજકાલ ALH Mk-I વેરિઅન્ટ ઓપરેટ કરે છે, જે ચપળતા, સ્થિરતા અને ગતિશીલતા માટે જાણીતા છે.
અંકલેશ્વરમાં હવાઈ રોમાંચનો શીરમોર ક્ષણ
07 ડિસેમ્બરના દિવસે જ્યારે સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં કલાબાજી કરશે, ત્યારે પ્રેક્ષકોને ભારતીય વાયુસેનાની અનોખી ઓળખ—
ચોકસાઈ, શિસ્ત, ગતિશીલતા, રાષ્ટ્રગૌરવ અને હવાઈ શ્રેષ્ઠતા —નો જીવંત ઉત્સવ જોવા મળશે. આ પ્રદર્શન માત્ર મનોરંજક જ નહીં, પરંતુ દેશની હવાઈ શક્તિ અને સ્વદેશી ટેક્નોલોજી પર વિશ્વાસ મજબૂત કરતી એક યાદગાર ઘટના સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel