Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી

કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી

કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે.

કપડવંજ ખાતે 19 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ ગ્રાહકોની સેવા લક્ષી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ગીરીશભાઈએ કપડવંજ તાલુકાની જનતાને સતત વીજ પુરવઠો પૂરતા વોલ્ટેજથી મળી રહે તે માટે વીજ માળખામાં સુધારો કરીને કપડવંજની આજુબાજુમાં કુલ સાત નવા સબ સ્ટેશન ચાલુ કરવામાં મહત્વની કામગીરી કરી છે. શાંત અને સરળ સ્વભાવના કારણે ગિરીશભાઈએ સ્ટાફ, ગ્રાહકો અને ખેડૂતોમાં ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
તેઓની બઢતી થતાં તેઓના સાથી અધિકારી,કર્મચારીઓ, જ્ઞાતિજનો, મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.

 

 

રિપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.