Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ

આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ભારત દેશની સાથે સાથે ખેડા જિલ્લાના રહેવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી છલકાઈ રહી છે અને ખેડા જિલ્લાના દરેક ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

આ સંબંધે ઘણી સંસ્થાઓ તેમજ ખેડા જિલ્લાના પ્રજાજનો દ્વારા તે દિવસે સમગ્ર ખેડા જિલ્લામાં માંસની દુકાનો એક દિવસ માટે બંધ રાખવા અમારી સમક્ષ રજૂઆત આવેલી હતી. જેથી લોક લાગણીને ધ્યાનમાં રાખીને તારીખ ૨૨મી જાન્યુઆરીએ ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.