Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત

ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્કર સિંહે કહ્યું કે, દેશના તમામ લોકો તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અહીં તમારા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. મજૂર જે જગ્યા પર ફસાયા છે, ત્યા NDRF ની ટીમ પહોચી રહી છે. CMO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત તેમના તપાસ કરવા માટે ડોક્ટરની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.