હિમાચલ પ્રદેશની 4 લોકસભા સીટમાંથી તમામની નજર મંડી સીટ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. હવે મોટી અપડેટ સામે આવી છે કે, મંડી બેઠક પણ ભાજપ ઉમેદવાર કંગના રનૌતની જીત થઈ છે. આ લોકસભા સીટ પર 1951થી અત્યાર સુધી 17 વખત લોકસભાની ચૂંટણી થઈ છે જેમાંથી 11 વખત કોંગ્રેસ જીતી છે જ્યારે 5 વખત આ સીટ ભાજપના ફાળે ગઈ છે અને એક વખત આ સીટ BLDએ કબજે કરી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામ સ્વરૂપ શર્મા મંડી બેઠક પરથી જીત્યા હતા. આ ચૂંટણીમાં રામ સ્વરૂપ શર્માને 3,62,824 વોટ મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના પ્રતિભા સિંહને 3,22,968 વોટ મળ્યા.
મંડી લોકસભા બેઠક વિસ્તારની દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશની સૌથી મોટી લોકસભા બેઠક છે. આ લોકસભા સીટમાં 17 વિધાનસભા સીટ છે. મંડી લોકસભા બેઠક કુલ્લુ, લાહોર સ્પીતિથી કિન્નૌર અને ચંબા જિલ્લા સુધી ફેલાયેલી છે. પ્રારંભિક લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર રાજવી પરિવારોનું વર્ચસ્વ હતું. મંડી લોકસભા સીટ પહેલા મંડી મહાસુ સીટ તરીકે જાણીતી હતી. આ લોકસભા સીટ પર અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી અને પેટાચૂંટણી થઈ છે અને તેમાંથી 13 વખત રાજવી પરિવારના સભ્યો જીત્યા છે.
મંડી લોકસભા સીટ પર અત્યાર સુધીમાં 17 વખત ચૂંટણી થઈ છે. મંડી લોકસભા સીટનો ઈતિહાસ એવો છે કે, આ સીટ પરથી જે પણ પક્ષનો ઉમેદવાર જીત્યો છે તેની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી છે. આ જ ટ્રેન્ડ વર્ષ 1951 થી 2019 સુધી જોવા મળ્યો છે. જોકે આ બેઠક પર બે વખત પેટાચૂંટણી યોજાઈ છે જેમાં આવું જોવા મળ્યું નથી. આ બેઠક પર વર્ષ 2013માં પેટાચૂંટણી યોજાઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહ જીત્યા હતા તે સમયે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી પરંતુ ત્યારબાદ 2021માં ફરીથી મંડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી અને તે સમયે પ્રતિભા સિંહ પણ જીતી ગયા હતા પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર હતી.
કોણ છે કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ ?
વિક્રમાદિત્ય સિંહ છ વખતના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પ્રતિભા સિંહના પુત્ર છે. તેઓ મંડીના વર્તમાન સાંસદ અને કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ છે. સિંહ હિમાચલ સરકારમાં વર્તમાન પીડબલ્યુડી મંત્રી છે. વિક્રમાદિત્ય સિંહ મંડી સંસદીય મતવિસ્તારમાં નવા નથી કારણ કે તેમના પિતા અને માતાએ ત્રણ વખત બેઠક જીતી હતી. વિક્રમાદિત્ય સિંહ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિક્રમાદિત્ય સિંહ 2013 થી 2018 સુધી હિમાચલ પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમણે બિશપ કોટન સ્કૂલ, શિમલામાં તેમનું સ્કૂલિંગ કર્યું હતું.
કોણ છે ભાજપના ઉમેદવાર કંગના રનૌત ?
ક્વીન…તેજસને તનુ વેડ્સ મનુ જેવી શાનદાર ફિલ્મો આપનાર કંગના રનૌત બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડવાની સાથે હવે રાજકીય વર્તુળોમાં પણ પ્રવેશી ચૂકી છે. ફિલ્મ અભિનેત્રીએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) વતી ઉમેદવારી નોંધાવી હતી.. તેણે કહ્યું હતું કે ચૂંટણી લોકશાહીનો તહેવાર છે અને તેણે મંડીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે પોતાના પર ગર્વ અનુભવવો. બોલિવૂડની જાણીતી અભિનેત્રી હોવા ઉપરાંત કંગના રનૌત અબજો રૂપિયાની સંપત્તિની માલિક પણ છે. ચૂંટણી અધિકારી સમક્ષ દાખલ કરાયેલી એફિડેવિટ અનુસાર કંગના રનૌત પાસે 6.70 કિલો સોનું છે, જેની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા છે. સોના ઉપરાંત 50 લાખની કિંમતની 60 કિલો ચાંદી અને 3 કરોડની કિંમતના હીરા છે.
2019માં મંડી બેઠક કોણે જીતી?
છેલ્લી લોકસભા ચૂંટણી એટલે કે 2019ની વાત કરીએ તો ભાજપના રામ સ્વરૂપ શર્મા ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો હતો. હવે જોવાનું એ રહેશે કે મંડીના લોકો પ્રતિભા સિંહના પુત્રને જીતાડશે કે કંગના રનૌતને જીતાડશે. ઐતિહાસિક રીતે મંડી મતદારક્ષેત્રે અગાઉના રજવાડાઓના વંશજોની તરફેણ કરી હતી જેમાં 1952 થી બે ચૂંટણીઓ સહિત 19 માંથી 13 ચૂંટણીઓમાં રાજવીઓ ચૂંટાયા હતા. જોકે સિંઘ અને કંગના મંડીમાંથી એકબીજા સામે હરીફાઈ કરતા હોવાથી હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે.
મંડી લોકસભા બેઠકનું સમીકરણ
મંડી લોકસભા બેઠકની કુલ વસ્તી 16,73,978 છે. જેમાં શહેરી વસ્તી (7 %) તો ગ્રામીણ વસ્તી (93 %) છે. આ સાથે અનુસૂચિત જાતિ (28 %), અનુસૂચિત જનજાતિ (10 %), સામાન્ય/ઓબીસી (62 %) છે. જેમાં હિંદુ (95-100%) તો મુસ્લિમ (0-5%), ખ્રિસ્તી (0-5%), શીખ (0-5%), બૌદ્ધ (0-5%), જૈન (0-5%) અને અન્ય (0-5%) છે.