કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી.
Supreme Court agrees to hear on July 21, the plea of Congress leader Rahul Gandhi challenging the Gujarat High Court order which declined to stay his conviction in the criminal defamation case in which he was sentenced to two years in jail by Surat court over 'Modi surname'… pic.twitter.com/nA9rkwGVYf
— ANI (@ANI) July 18, 2023
સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 21 જુલાઈએ સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી.