જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રથી માંડી સુરત સુધી માવઠું પડ્યું હતું. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.
સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો.કેટલાક સ્થળે વરસાદનું જોર વધુ હોવાથી વૈશાખ મહિનામાં જ ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ સર્જાયો હતો.
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રથી માંડી સુરત સુધી માવઠું પડ્યું હતું. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો.કેટલાક સ્થળે વરસાદનું જોર વધુ હોવાથી વૈશાખ મહિનામાં જ ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ સર્જાયો હતો.