click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું
Gir SomnathGujarat

ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું

થાઈલેન્ડમાં યોજાયેલી એશિયન અંડર-18 ચેમ્પિયનશિપમાં ભારતની કપ્તાન બની સર્જ્યો ઇતિહાસ; 'વોલીબોલ વિલેજ' સરખડીમાંથી વધુ એક આંતરરાષ્ટ્રીય ખેલાડીનો ઉદય

Last updated: 2026/07/15 at 7:00 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની પ્રતિભાશાળી દીકરી રાજલબહેન વાળાએ આંતરરાષ્ટ્રીય વોલીબોલ મંચ પર ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ સંભાળી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે તા. ૧થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૧૬મી એ.વી.સી. એશિયન મહિલા અંડર-૧૮ વોલીબોલ ચેમ્પિયનશિપમાં રાજલબહેને ભારતીય ટીમના કપ્તાન તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભારતીય ટીમનું નેતૃત્વ કરવાની સિદ્ધિ હાંસલ કરનાર રાજલબહેને પોતાની રમત, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આગેવાની હેઠળ ભારતીય ટીમે કોરિયા, ચાઈનીઝ તાઈપેઈ અને વિયેતનામ જેવી એશિયાની મજબૂત ટીમો સામે જોરદાર ટક્કર આપી હતી.

રાજલબહેન વાળા અત્યાર સુધી રાજ્ય કક્ષાએ છ મેડલ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે મેડલ તેમજ ખેલો ઇન્ડિયામાં એક બ્રોન્ઝ અને બે સિલ્વર મેડલ પોતાના નામે નોંધાવી ચૂક્યાં છે. તેમની આ સિદ્ધિઓ તેમની સતત મહેનત, શિસ્ત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

વોલીબોલ માટે દેશભરમાં ઓળખ ધરાવતા સરખડી ગામમાં બાળપણથી જ રાજલબહેને જાણીતા કોચ વરજાંગભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ રમતની તાલીમ શરૂ કરી હતી. ગામમાં વોલીબોલનું વાતાવરણ અને પરિવારનો સહયોગ તેમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. તેમના પિતા પ્રતાપભાઈ વાળા, જેઓ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે, તેમણે દીકરીને રમતગમત ક્ષેત્રે આગળ વધવા સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજલબહેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં સઘન તાલીમ મેળવી પોતાની પ્રતિભાને વધુ નિખારી હતી. જેના પરિણામે આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ કરતી ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે.

સરખડી ગામ વર્ષોથી ‘વોલીબોલ વિલેજ’ તરીકે ઓળખાય છે. આ અગાઉ પણ ગામની કિંજલ વાળા અને ચેતના વાળા ભારતીય મહિલા વોલીબોલ ટીમના કપ્તાન રહી ચૂક્યાં છે. હવે રાજલબહેન વાળાએ પણ આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી ગામ, જિલ્લો અને રાજ્યનું નામ વિશ્વના રમતગમતના નકશા પર વધુ ઉજ્જવળ બનાવ્યું છે.

ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. આગામી વર્ષોમાં અમદાવાદ ખાતે એશિયન ગેમ્સ યોજવાની તૈયારી અને ભારતની ઓલિમ્પિક દાવેદારી વચ્ચે ગીર સોમનાથ જેવી ધરતી પરથી ઉભરી રહેલી આવી પ્રતિભાઓ દેશના ઉજ્જવળ રમતગમત ભવિષ્યનું પ્રેરણાદાયી ચિત્ર રજૂ કરે છે.

રાજલબહેન વાળાની આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા, ગુજરાત અને દેશ માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ બની છે.

 

રિપોર્ટર:- મૌલિક ઝણકાટ [કોડીનાર (ગીર સોમનાથ)]

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, AVC Asian U18 Championship, AVC એશિયન U18 ચેમ્પિયનશિપ, Breaking news, CM Gujarat, Gir Somnath, Gir Somnath news, Gir Somnath Sports News, gujarat, Gujarat Sports News, Gujarat Volleyball Player, gujarati news, Gujarati Sports News, india news, India U18 Women Volleyball Team, Indian Under-18 Volleyball Team, Indian Women Volleyball Captain, latest news, localnewsingujarat, Nakhon Ratchasima Volleyball, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Rajal Vala Volleyball, Rajalben Vala, Rajalben Wala, Sarkhadi Volleyball Village, Sports Authority of Gujarat, top news, top news channel, topnews, topnewschannel, Volleyball News India, ગીર સોમનાથ રમતગમત સમાચાર, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ન્યૂઝ, ગુજરાત રમતગમત સમાચાર, ગુજરાત વોલીબોલ ખેલાડી, ગુજરાતી રમતગમત સમાચાર, નાખોં રત્ચાસીમા વોલીબોલ, ભારત, ભારત U18 મહિલા વોલીબોલ ટીમ, ભારતીય અંડર-18 વોલીબોલ ટીમ, ભારતીય મહિલા વોલીબોલ કેપ્ટન, રાજલ વાળા વોલીબોલ, રાજલબહેન વાળા, રાજલબેન વાળા, વોલીબોલ સમાચાર ભારત, સરખડી વોલીબોલ વિલેજ, સરખાડી વોલીબોલ ગામ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
Next Article ગુજરાતમાં ફરી સક્રિય થયો મેઘરાજા: 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.24 ઈંચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?