રાજસ્થાન રાજ્યના માન. મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું ગુરૂકુલ હેલિપેડ એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી,સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયા, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાંદોદ પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, જીલ્લાના અગ્રણી નીલ રાવ સહિત સંગઠનના કાર્યકરોએ મુખ્યમંત્રી ને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.