તાજેતરમાં જ સુપરસ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌ ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેઓ સીએમ યોગીના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. જે બાદથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે વિવાદ વચ્ચે રંજનીકાંતે મૌન તોડ્યુ છે તેમણે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શને કરવાને લઈને જવાબ આપતા કહ્યું છે કે કોઈ સાધુ કે યોગીના ચરણોમાં નમવું એ તેમની આદત છે, પછી ભલે તે કોઈ પણ ઉંમરના જ કેમ ન હોય અને આ જ કારણે તેમણે તે કર્યું.
યોગીના પગ સ્પર્શવા પર વિવાદ
રજનીકાંત દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શને લઈને સોશિયલ મીડિયા અને ખાસ કરીને તમિલનાડુમાં ઘણો વિવાદ થયો હતો. 72 વર્ષીય રજનીકાંતથી ઘણા નાના યુપી સીએમના ચરણ સ્પર્શ પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું કે શું રજનીકાંત માટે તેમનાથી નાના એવા યુપીના સીએમના ચરણ સ્પર્શ કરવા યોગ્ય છે? તે જ સમયે, હવે સુપરસ્ટારે પોતે પોતાની શૈલીમાં જવાબ આપ્યો છે.રજનીકાંતે કહ્યું, “સાધુ હોય કે યોગી, મારાથી નાના હોય તો પણ તેમના ચરણોમાં નમવાની મારી આદત છે અને મેં તે જ કર્યું.
सुपरस्टार रजनीकांत ने पूज्य योगी जी महाराज के चरण स्पर्श किए। pic.twitter.com/Ovi1jy8csa
— Arun Yadav🇮🇳 (@beingarun28) August 19, 2023
યુપીના નાયબ મુખ્યમંત્રીએ રજનીકાંતના વખાણ કર્યા
તમને જણાવી દઈએ કે રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ની સ્ક્રીનિંગ માટે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવને મળ્યા હતા. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ રજનીકાંતની અભિનય કુશળતાની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે મને પણ ‘જેલર’ નામની ફિલ્મ જોવાનો મોકો મળ્યો. મેં રજનીકાંતની ઘણી ફિલ્મો જોઈ છે અને તે એટલો પ્રતિભાશાળી અભિનેતા છે કે ફિલ્મમાં વધુ કન્ટેન્ટ ન હોય તો પણ તે પોતાના અભિનયથી તેને ઉન્નત કરે છે.
#WATCH अभिनेता रजनीकांत से लखनऊ आने के उनके अनुभव के बारे में पूछे जाने पर उन्होंने कहा, "बहुत बढ़िया।"
उनसे अयोध्या में राम मंदिर के उनके दौरे के बारे में पूछे जाने पर उन्होंने कहा कि उनका दौरा बेहद शानदार रहा।
राज्य के कई राजनीतिक नेताओं के साथ अपनी बैठकों के बारे में… pic.twitter.com/QkYf4RYg50
— ANI_HindiNews (@AHindinews) August 21, 2023
ફિલ્મ ‘જેલર’એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી
તે જ સમયે, રજનીકાંતે તેમની નવીનતમ ફિલ્મ ‘જેલર’ની શાનદાર સફળતા માટે દર્શકોનો આભાર પણ માન્યો. તેમની ફિલ્મ જેલર 200 કરોડના બજેટમાં બની છે, જ્યારે અત્યાર સુધી ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ (જેલર બોક્સ ઓફિસ કલેક્શન) પર 280 કરોડની કમાણી કરી છે.