ઉમરેઠમાં બ્રહ્માકુમારીઝ સેંટરમાં નાના બાળકોના ટ્યુશન ક્લાસ ચલાવતા ધરા મેડમ દ્વારા ટ્યુશનમાં આવતા દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે રક્ષાબંધન પર્વ આયોજિત થયો. આ રક્ષાબંધન ઉત્સવમાં બ્રહ્માકુમારીઝ સેંટરનાં નીતાબેન દ્વારા બાળકોને રક્ષા બંધન ઉત્સવનું મહત્વ બાળકોને સમજાય તેવી કાલીઘેલી ભાષામાં સમજાવવામાં આવ્યું. નાના બાળકો અને બાલિકાઓ સાથે તેમના માતાપિતા પણ આવ્યા હતા. સૌ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓએ બહેનને ભેટ આપી અને ત્યાર બાદ સૌ અલ્પાહાર કરીને છુટા પડ્યા.












