રક્ષા બંધન એટલે ભાઈ બહેન ના પ્રેમનો પવિત્ર દિવસ આજના દિવસે દરેક બહેન પોતના ભાઈ માટે લાંબી ઉંમર , સારું સ્વાસ્થ અને પ્રગતિ માટે ની ભગવાન પાસે પ્રાર્થના કરી ભાઈના કાંડે રાખડી બાંધે છે . ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે પણ જિલ્લા જેલ સુપ્રિટેન્ડેન્ટ એલ.એમ. રાઠોડે જણાવ્યું કે આજ પવિત્ર દિવસે જિલ્લા જેલમાં બહેન પોતના ભાઈને રાખડી બાંધી શકે તે વ્યવસ્થા કરવામાં આવેલ છે .
નિયમોનુસાર દરેક બહેનો નું ચેકીંગ કરવામાં આવ્યું હતું ફકત મીઠાઈ નું બોક્સ અંદર લઈ જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી . અંદર રહેલા ભાઈઓએ પોતાની બહેનો ને જોઇને હર્ષ ની સાથે દુઃખ ના આંસુઓ આંખમાં થી સરી પડ્યા હતા પરંતુ તેહવારના દિવસે રડવું અશભુ ગણતા ફરી બહેન માટેનો પ્રેમ અને લાગણી સાથે ભાઈએ પોતાનો હાથ આગળ કરી રક્ષા બંધાવી હતી , બહેનો પોતના ભાઈના માથે અડીને વારણા લઈ પ્રાર્થના કરી તે ઘરે જલ્દી આવે .
ભાઈને મળ્યાનો આનંદ અને જેલમાં મળ્યા ના દુઃખના મિશ્ર આંસુઓ સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી
શ્રાવણ શુદ પુનમ ના પવિત્ર દિવસે ભાઈની રક્ષા માટે ની પ્રાર્થના કરતી બહેનોએ ભાવનગર જિલ્લા જેલમાં પોતાના ભાઈઓ ને રાખડી બાંધી મિઠાઇ ખવડાવી આશીર્વાદ આપ્યા .
