તાજેતરમાં રાજકોટના જસદણ જિલ્લાના આટકોટમાં એક ઘાતકી ઘટના સામે આવી હતી, જેમાં રામસિંગ નામના આરોપીએ એક શ્રમિક પરિવારની છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા પછી, 10 ડિસેમ્બરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, જ્યાં તેને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. રિમાન્ડના દરમિયાન પોલીસ તેને તેના રહેવાસની નજીક લઈ જઈ રહી હતી ત્યારે રામસિંગએ લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પણ પહોંચી.
બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી એક ગોળી રામસિંગના પગમાં લાગી. બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટનાની વિડીયો ચેપ પણ વાયરલ થઈ છે, જેમાં રામસિંગ બોલતો સંભળાય છે કે, “મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું અને ગુજરાત તરફ ક્યારેય નહીં જોઉં. હું હાથ જોડીને માફી માગું છું.”
आटकोट दुष्कर्म मामले का आरोपी पुलिस की फायरिंग से बुरी तरह डर गया:
गलती मानते हुए बोला, "गुजरात की तरफ कभी देखूँगा भी नहीं, आऊँगा भी नहीं"; दो राउंड फायरिंग में आरोपी के पैर में लगी गोली
"जाँच के दौरान जब पुलिस आरोपी को उसके पास ही स्थित घर के पास ले गई, तभी आरोपी रामसिंह ने… pic.twitter.com/lvDMZvlEqo
— One India News (@oneindianewscom) December 11, 2025
ઘટના થોડી પૂર્વે, આરોપીએ ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવારની બાળકીને ઉઠાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. નાની બાળકી પોતાનો રક્ષણ કરવા માટે લોખંડનો સળિયો ઉપયોગ કરીને પોતાને બચાવી, જેના કારણે આરોપી ફરાર થયો. લોહીમાં ઢળેલી બાળકીને તરત પરિવારે હોસ્પિટલ પહોંચાડ્યું, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી. પોલીસ આ બનાવને ગંભીરતાથી લઈ, ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી અને કેટલાક શંકાસ્પદોની ધરપકડ પણ કરી. વધુમાં, બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યા બાદ તેની સ્થિતિ વધુ પકડમાં આવી અને ફરિયાદ મુજબ તેને કોર્ટમાં રજૂ કરાયા બાદ નિયમીત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel