રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મોત થયાની પ્રાથમિક વિગત મળી રહી છે
તાત્કાલિક પગલાં લેવાના આદેશ
સાંઢવાયા ગામમાં ગાયોના અચાનક મોતની ઘટના સામે આવતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક પગલાં લેવાના આદેશ આપ્યા છે.
પશુપાલન વિભાગની ઉચ્ચસ્તરીય ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી
પશુપાલન વિભાગની ઉચ્ચસ્તરીય ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ટીમને પરિસ્થિતિની સતત દેખરેખ રાખવા તેમજ ત્વરિત અને અસરકારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ઘટનાસ્થળેથી ઘાસચારા, પાણી તથા અન્ય ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા છે.

ફૂડ પોઇઝનિંગના કારણે ગાયોના મોત થયા હોવાની શક્યતા
ગાયોના મોતના સાચા કારણની તપાસ માટે તમામ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ ફૂડ પોઇઝનિંગના કારણે ગાયોના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાયોને સુરક્ષિત રાખવા માટે નિવારાત્મક પગલાં લેવામાં આવ્યા
આ ઉપરાંત, બાકી રહેલી ગાયોને સુરક્ષિત રાખવા માટે નિવારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. કુલ 16 નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા ગાયોની સારવાર તથા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel