રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ આઈ ડી પટેલ સ્કુલ, ચાણક્યપુરી, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે કેન્સર ડિપાર્ટમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદની બ્લડ સેન્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી. ચાંદલોડિયા વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો. કુલ ૪૩ બોટલ રક્તદાન થયું.
આ કાર્યક્રમમાં શ્રી તેજસભાઈ પટેલ (સહ પ્રચાર પ્રમુખ રા.સ્વ.સંઘ-ગુજરાત પ્રાંત) સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.