ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે.
📽️ Cameron Green is a KNIGHT 💜
The all-rounder had the auction room buzzing 🔥
He becomes the most expensive overseas pick in the history of #TATAIPLAuction 😮👏#TATAIPL pic.twitter.com/DtB9aixO3o
— IndianPremierLeague (@IPL) December 16, 2025
તમામ અપડેટ્સ લાઈવ:
- અનકેપ્ડ બેટર્સ (એવા ખેલાડીઓ જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી) તેવા આર્ય દેસાઈ, યશ ધુલ, અભિનવ મનોહર, અનમોલપ્રીત સિંહ, અથર્વ તાયડે અને અભિનવ તેજરાના રહ્યા અનસોલ્ડ
- લેગ સ્પિનર રવિ બિશ્નોઈ રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે, RRએ 7.20 કરોડમાં ખરીદ્યો
- કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટ્ઝી અને ભારતીય ફાસ્ટ બોલર, આકાશ દીપ અને શિવમ માવી અનસોલ્ડ
- ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹2 કરોડમાં ખરીદ્યો
- દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઇન્ડિયન્સે બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- ઈગ્લેંડના વિકેટકીપર-બેટ્સમેન બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
- ન્યુઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિન એલનને કોલકાતા નાઈટ રાઇડર્સે 2 કરોડમાં ખરીદ્યો
- શ્રીલંકાના સ્પિનર હસરંગાને લખનઉ સુપર જાયન્ટસે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- પૃથ્વી શૉ, સરફરાઝ ખાન પછી, રચિન રવિન્દ્ર પણ અનસોલ્ડ રહ્યો
- કેમરન ગ્રીન : કોલકાતા નાઈટ રાઈડર્સે ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- ડેવિડ મિલર : દિલ્હી કેપિટલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો
- પૃથ્વી શૉ : અનસોલ્ડ, બે કરોડ રૂપિયા બેઝ પ્રાઈસ હતી
- ગઈ વખતે રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી હતો
કેમરન ગ્રીનને 18 કરોડ રૂપિયા જ મળશે
KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.
અનસોલ્ડ ખેલાડીનું લિસ્ટ
- પૃથ્વી શૉ
- સરફરાઝ ખાન
- રચિન રવિન્દ્ર
- ગેરાલ્ડ કોટ્ઝી
- શિવમ માવી
- મેટ હેનરી
- આકાશ દીપ
- શિવમ માવી
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોંઘી બોલી રિષભ પંત માટે લાગી હતી. ગઈ વખતે હરાજીમાં લખનૌની ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL ઓક્શન માટે 10 ટીમ પાસે મળીને કુલ 237.55 કરોડ રૂપિયા છે. સૌથી વધુ રકમ KKR તો સૌથી ઓછી રકમ MI પાસે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel