હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતાં સમગ્ર સોમનાથ નગરી શિવમય બની ગઈ હતી.
સામાન્ય રીતે જૂનાગઢના ભવનાથ મેળામાં જોવા મળતી નાગા સાધુઓની રવાડી પ્રથમવાર સોમનાથમાં યોજાઈ, જેમાં દિગમ્બર સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન અને અંગકસરતના અદ્ભુત દાવ રજૂ કરી લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા. અંદાજે 50થી વધુ કુશળ કલાકારોએ ઢોલ અને તાશાના તાલ સાથે એવો જોરદાર વાદન કર્યો કે ઉત્સાહના જોશમાં ઢોલ પણ તૂટી ગયા, જ્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર માર્ગ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ સર્જાયો.
Prime Minister @narendramodi's visit to #Somnath, Gujarat
Honouring Faith, Valour and India’s Civilisational Spirit
🗓️Take a glance at the key engagements:
➤ 10th January: PM to participate in Omkar Mantra chanting at Somnath temple
➤ 11th January: PM to take part in… pic.twitter.com/GS2rhSFbRf
— PIB India (@PIB_India) January 10, 2026
સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીની સાંજે 5:25 વાગ્યે સોમનાથ પહોંચશે, રાત્રિ રોકાણ સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે અને 11 જાન્યુઆરીની સવારે 6:45 વાગ્યે શંખ સર્કલથી નીકળનાર ભવ્ય શૌર્યયાત્રામાં પોતે હાજર રહેશે; ત્યારબાદ સદ્ભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
આ ઐતિહાસિક પર્વને સાક્ષી બનવા ગુજરાતભરમાંથી લાખો લોકો ઉમટી રહ્યા હોવાથી 2000 એસ.ટી. બસો, 1000 ખાનગી બસો અને ચાર મહાનગરોથી વિશેષ ‘ટિકિટ વગરની’ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જ્યારે સદ્ભાવના મેદાન અને કાજલી ખાતે વિશાળ પાર્કિંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર સોમનાથને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવી દ્વારા થયેલા સૌથી હિંસક આક્રમણને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને લોખંડી પુરુષ સરદાર પટેલના સંકલ્પથી મે-1951માં પુનઃનિર્મિત મંદિરના 75 વર્ષ પૂર્ણ થતાં આ પર્વ ભારતની અસ્મિતા, આસ્થા અને સ્વાભિમાનનું જીવંત પ્રતીક બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel