આરબીઆઈ પાઈન લેબ્સ, ઈનોવિટી, એમસ્વાઈપ જેવી પીઓએસ પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા માટે પગલાં લેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેઝોરપે અને કેશફ્રી જેવા ઓનલાઈન પેમેન્ટ એગ્રિગેટર્સ માટે માર્ગદર્શિકા જારી કર્યા બાદ પોઈન્ટ ઓફ સેલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PA-P)નું નિયમન કરવા નિયમો ઘડવાની જાહેરાત કરી છે.
રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, કંપનીએ પીઓએસની સેવાઓ આપવા માટે 31 મે, 2025 સુધીમાં આરબીઆઈની મંજૂરી લેવી પડશે. જો સત્તાવાર મંજૂરી ન મળે તો તેમની આ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. મર્ચન્ટ પેમેન્ટ એગ્રિગેટર્સે માર્ગદર્શિકાઓ જારી કર્યાની તારીખના 60 દિવસમાં સેવાઓ પ્રદાન કરવા મંજૂરી લેવાની રહેશે.
રેગ્યુલેટરે મર્ચન્ટન્સઓનો યોગ્ય સમૂહ ડિજિટલ પેમેન્ટ સેવાઓનો લાભ લેતી વખતે પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા ગ્રાહકને સુરક્ષિત અનુભવ મળે તેની ખાતરી કરે. તમામ Pasએ નાણા મંત્રાલયના ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટનું સભ્ય બનવુ પડશે. જેમાં કોઈ શંકાસ્પદ ટ્રાન્જેક્શનની જાણ થાય તો તેની જાણ કરવાની રહેશે. આ તમામ દિશાનિર્દેશો PA-P તેમજ ઓનલાઈન પેમેન્ટ એગ્રિગેટર પર સમાનરૂપે લાગુ પડે છે.
શું છે પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ
પોઈન્ટ ઓફ સેલ એ ઈલેક્ટ્રિક ડિવાઈસ છે, જેનો ઉપયોગ રિટેલ ગ્રાહકો દ્વારા ટ્રાન્જેક્શન કરવા થાય છે. જે એક કેશ રજિસ્ટર તરીકે કામ કરે છે. પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ્સનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને કેશમાં પેમેન્ટ કરી શકો છો. બીજી બાજુ રિટેલર્સ ઈન્વેન્ટરી પર નજર રાખવા તેમજ ખરીદીની વર્તૂણક, કિંમતને ટ્રેક કરવામાં પારદર્શકતા ઉપરાંત માર્કેટિંગ ડેટા વિશે જાણી શકે છે.
ડિજિટલ પેમેન્ટમાં પારદર્શિતા લાવશે
ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને આ સેવા પ્રદાતાઓ દ્વારા તેમના મર્ચન્ટન્સઓ દ્વારા કરવામાં આવેલા કેવાયસીના સ્તરની તપાસના પગલે આ માર્ગદર્શિકા મહત્વ ધરાવે છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કને તાજેતરમાં તેના યુઝર બેઝના વર્ષોથી અયોગ્ય KYCને કારણે નિયમનકારી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
પેમેન્ટ પ્લેયર્સ માટે કામકાજમાં સરળતા માટે, આરબીઆઈએ મર્ચન્ટન્સને નાની અને મધ્યમ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવાનું સૂચન કર્યું છે. નિયમનકારે નાના મર્ચન્ટન્સને વાર્ષિક રૂ. 5 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા ભૌતિક મર્ચન્ટન્સ તરીકે વ્યાખ્યાયિત કર્યા છે. મધ્યમ મર્ચન્ટન્સની કેટેગરીમાં રૂ. 5 લાખથી વધુ અને રૂ. 40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર સામેલ છે.