Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ

‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ

લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે.  જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સાથેના સંબંધો, ભાજપના 400 પારના નારા, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર ચર્ચા કરી હતી. કેજરીવાલ અને હેમંત સોરેનના મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘જો આ લોકો દેશના બંધારણ અને કાયદા વાંચે તો સારું રહેશે. મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી.’

પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સંસદમાં અમારા એક સહયોગીએ 101 અપશબ્દોની ગણતરી કરી હતી, ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.’

ભાજપાનાં 400 પારના નારા પર પીએમ મોદીએ શું કહ્યું?

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.