આ બધા બાંગ્લાદેશ સરહદને ગેરકાયદે પાર કરીને ભારતમાં આવ્યા હતા અને કોઈના ધ્યાને ન અવાય એટલા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મથુરા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. ઉત્તર પ્રદેશમાં રોહિંગ્યા સામે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે.
આઠ કલાક સુધી ચાલ્યું ઓપરેશન
પોલીસ ટીમ રાતે 2 વાગ્યે રોહિંગ્યા રહેતા હોવાની શંકા હતી ત્યાં પહોંચી હતી. તેમના દસ્તાવેજો વગેરેની તપાસ કરવાની કામગીરી 8 કલાક ચાલી હતી. એ પછી ભારતમાં ગેરકાયદેસર ઘૂસ્યા હોવાનું સાબિત થતા તેમને પકડી લેવાયા હતા. એસપી સિટી માર્તંડ પ્રકાશસિંહે કહ્યું હતું કે 40 લોકોની ધરપકડ કરાઈ છે.
હાપુડથી 16 એરેસ્ટ
એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે હાપુડના ઘૌલાનામાં છાપો માર્યો હતો અને અહીં ફેક્ટરીઓમાં કામ કરનારાઓ 16 રોહિંગ્યાને પકડી પાડ્યા હતા.
કોણ છે રોહિંગ્યા?
રોહિંગ્યા મુસલમાનો મ્યાનમાર (બ્રહ્મદેશ-બર્મા)થી આવેલા નિરશ્રિતો છે. મ્યાનમારના મર્યાદિત વિસ્તારમાં રહેતા રોહિંગ્યા ઈસ્લામ ધર્મ પાળે છે. બૌદ્ધ ધર્મને માનતા મ્યાંમારે 1982માં જ રોહિંગ્યાઓની નાગરિકતા છીનવી લીધી હતી. શિક્ષણ, નોકરી, વગેરે અધિકારોથી પણ તેમને વંચિત રખાય છે. તો પણ રોહિંગ્યાઓ ત્યાં રહેતા હતા. 2017માં રોહિંગ્યાઓ સાથે મોટે પાયે જનસંહાર થયો પછી લાખો લોકો ભારતમાં ઘૂસ્યા છે. અન્ય દેશોમાં પણ આશ્રિતો તરીકે ગયા છે.
રોહિંગ્યાનું આતંકવાદ કનેક્શન?
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ડિરેક્ટર જનરલ કેકે શર્માએ 2018માં કહ્યુ હતું કે ભારતમાં ગેરકાયદેસર રીતે મોટી સંખ્યામાં રોહિંગ્યા આવે છે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તેમના મતે આતંકવાદીઓ સાથે પણ કેટલાક રોહિંગ્યાઓનું કનેક્શન હોઈ શકે છે. અમુક રિપોર્ટ મુજબ નાની-મોટી ચોરી, માર-ધાડ, હત્યા વગેરે ગુનાઓમાં તો રોહિંગ્યાઓની શામેલગીરી સ્પષ્ટ થઈ રહી છે. 2020માં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ થઈ રહ્યો હતો, તેમાં પણ રોહિંગ્યાઓ શામેલ હતા.
રોહિંગ્યાના રેશનિંગ અને આધાર કાર્ડ બની ચૂક્યા છે
કેટલાક રાજકીય પક્ષો મતબેંક સાચવવા માટે રોહિંગ્યાઓને નાગરિકતા આપવાની ફિરાકમાં છે. આધારકાર્ડ સહિતના દસ્તાવેજો તેમને આપી દેવાઈ છે, માટે તેમને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. એટલે ભારતમાં આતંકી હુમલો થાય ત્યારે રોહિંગ્યા તેમાં સંડોવાયેલા છે કે કેમ એ તપાસવું પણ અઘરુ છે. રોહિંગ્યાના રેશનિંગ અને અાધાર કાર્ડ બનાવી દેવાયા છે.