સિમ કાર્ડને લઈને ફરી સરકારે કેટલાક ફેરફાર કર્યા છે અને એકવાર ફરી નવા સિમ કાર્ડ માટે નિયમો કડક કરી દીધા છે. આ નિયમોની સાથે સિમ લેવા માટેની હાલની જે પ્રક્રિયા છે તેમા કેટલાક ફેરફાર કરી દીધા છે. આ ફેરફાર સિમ યુજર્સની સાથે સાથે દુકાનદારો પર પણ લાગુ થશે જે સિમકાર્ડ વેચે છે. આવો જાણીએ શું ફેરફાર થવાના છે.
દુરસંચાર વિભાગ (DoT)એ સિમ કાર્ડના વેચાણને લઈને નવા નિયમ બનાવ્યા છે, જેમાં ભારતમાં સિમ કાર્ડ કેવી રીતે વેચવા તેમજ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમમાં પ્રમાણે લોકોને સિમ કાર્ડ ખરીદવા અને તેને એક્ટીવ કરવા માટેની સિસ્ટમ કડક કરવામાં આવી છે.
દુરસંચાર વિભાગે બે સર્કુલર જાહેર કર્યા છે, જો ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ માટે નવા નિયમોને જોડી જાહેર કરવામાં આવ્યા છે. સરકારે ટેલિકોમ કંપનીઓને સિમ કાર્ડ વેચતી દુકાનોનું ફરીથી વેરિફિકેશન કરવા જણાવ્યું છે.
જાહેર કરેલા બે સર્કુલર
જ્યાં એક સર્કુલરમાં સિમ કાર્ડ યુજર્સ માટેની ગાઈડલાઈન આપવામા આવી છે. તો બીજા સર્કુલરમાં ટેલીકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જીઓ માટે છે. આશા છે કે આ નિયમ ભારતમાં સિમ કાર્ડ વેચાણ કરવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે છે.
નવા નિયમોનો ઉદ્દેશ્ય ભારતમા સિમ કાર્ડ વેચાણની પ્રક્રિયામાં સુરક્ષાને મજબુત કરવાની છે. નવા નિયમ એવા છે, જો સિમ કાર્ડ વેચાણ કરતી દુકાનો માટે નવા અને વધારે કડક કેવાયસીને ફરજીયાત કરી છે.
આવામાં જો એરટેલ અને જીઓ જેવી ટેલીકોમ કંપનીઓ પોતાના સિમ કાર્ડ વેચાણ કરનારી દુકાનદારોએ પુરી રીતે KYC પ્રક્રિયા પુરી કરવાની રહેશે. જો કોઈ આ નવા નિયમોને અપનાવશે નહી તેવી દરેક દુકાનદાર પાસેથી 10 લાખનો દંડ વસુલવામાં આવશે.
આ પોઈન્ટ પણ જરુરી
આ સાથે એરટેલ અને જીઓ જેવી કંપનીઓનો આ વાત પર ખાસ નજર રાખવામાં આવશે કે તેનું સિમ કાર્ડ કોણ ચલાવી રહ્યુ છે અન કોને વેચવામાં આવ્યુ છે.
આ સિવાય દુરસંચાર વિભાગે નિર્ધારિત કર્યુ છે કે આસામ, કાશ્મીર અને ઉત્તર પુર્વ જેવા કેટલાક વિસ્તારોમાં દુરસંચારના ઓપરેટરો પહેલા દુકાનો પર પોલીસ વેરીફિકેશન શરુ કરશે. ત્યાર બાદ તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરવાનગી આપવામાં આવશે.