સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે ગંગાજળ પર 18 ટકા GST મૂક્યા હોવાના અહેવાલોના જવાબમાં સ્પષ્ટતા કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગાજળ અને અન્ય પૂજા સામાન પર કોઈ GST લાગુ નથી. જેમાં તેને આ બાબતને નકારી કાઢતા કહ્યું કે જ્યારથી દેશમાં GST અમલમાં આવ્યું છે ત્યારથી જ ગંગાજળને GSTથી બહાર રાખવામાં આવ્યું છે.
પૂજા સામગ્રીને GSTમાંથી મુક્તિ
નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે 12 ઓક્ટોબરે સ્પષ્ટ કર્યું હતું કે તહેવારની સિઝન પહેલા ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ધાર્મિક પૂજામાં ઉપયોગમાં લેવાતી ગંગાજળ અને અન્ય ચીજવસ્તુઓ GST મુક્ત છે.
GSTના અમલ સમયથી ગંગાજળ GST મુક્ત
CBICએ ટ્વીટર પર ટ્વીટ કર્યું કે ગંગાજળ પર GST લગાવતી મીડિયા રીપોર્ટ સામે આવી છે. આ ટ્વીટમાં તેને જણાવ્યું કે ગંગાજળનો ઉપયોગ સમગ્ર દેશમાં પૂજા માટે કરવામાં આવે છે, તેમજ પૂજા સામગ્રીને GSTથી બહાર રાખવામાં આવી છે. 18-19 મે, 2017 અને 3 જૂન, 2017 માં 14મી અને 15મી GST કાઉન્સિલ યોજાઈ હતી, જેમાં પૂજા સામગ્રી પર GST લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂજા સામગ્રીને GSTમાંથી મુક્ત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. GSTના અમલ દરમ્યાન જ ગંગાજળને GST મુક્ત રાખવામાં આવ્યું હતું.
GSTથી સરકારને $1.63 લાખ કરોડની આવક
તેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, અન્ય પૂજા સામાન જેમ કે કાજલ, કુમકુમ, બિંદી, સિંદુર વગેરેને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં, સરકારે ઓગસ્ટ કરતાં વધુ GST એકત્રિત કર્યો, જે વાર્ષિક ધોરણે 2.3 ટકા અથવા 10.2 ટકા વધીને $1.63 લાખ કરોડ થયો.