Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ

રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. ૫૦ વર્ષીય રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્યમંત્રી બન્યા હતા. રેખાએ દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટણી જીતી છે. તેમણે આ બેઠક પર આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા. રેખા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. તે સંઘ સાથે સંકળાયેલી છે. રેખા દિલ્હી ભાજપના મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની નિમણૂક બાદ, તેમણે આ જવાબદારીને મહાન માનતા પીએમ મોદી અને ભાજપ હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમની પ્રથમ પ્રાથમિકતા પાર્ટીના તમામ વચનોને પૂર્ણ કરવાની રહેશે અને 48 ધારાસભ્યોને સમયસર કાર્ય કરવા પ્રોત્સાહિત કરશે. રેખા ગુપ્તા, જેઓ શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે, ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

દિલ્હીની રેખા સરકારમાં આ 6 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે

દિલ્હીની નવી સરકારમાં પરવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ, કપિલ મિશ્રા, આશિષ સૂદ અને પંકજ સિંહ મંત્રી તરીકે શપથ લેશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.