Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પ ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન

ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પ ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન

ખેડા જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે બેઠક યોજાઇ હતી. આ વર્ષે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પ ખાતે યોજાશે.

જિલ્લા કલેકટરે પ્રજાસતાક દિવસે યોજાનાર કાર્યક્રમ અન્વયે બેઠક વ્યવસ્થા, રાષ્ટ્ર ધ્વજ પોડિયમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન થનાર વ્યક્તિઓની યાદી, ટેબ્લો મેનેજમેન્ટ, પાર્કિંગ અને પરેડ નિરીક્ષણ કરી મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર તેમજ જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.