શિક્ષણના અધિકાર કાયદા હેઠળ Right to Education Act 2009 (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 4 એપ્રિલ, 2026થી શરૂ થવા જઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અવસર મળશે.
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા 4 એપ્રિલથી 17 એપ્રિલ, 2026 સુધી રાખવામાં આવી છે. અરજદારો RTE Gujarat Admission Portal પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી અરજદારે ફોર્મ ક્યાંય જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
અરજી કરતી વખતે જરૂરી આધાર-પૂર્વ દસ્તાવેજો, પાત્રતા માપદંડ અને માર્ગદર્શિકા અંગેની વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉમેદવારોએ તમામ વિગતો ચોક્કસ રીતે ભરવી જરૂરી છે, જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.
RTE ઍક્ટ 2009નો મુખ્ય હેતુ દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે, જેના કારણે હજારો બાળકોને ગુણવત્તાયુક્ત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક મળી રહી છે.
વિદ્યાર્થીઓના વાલીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિયત સમયમર્યાદામાં જ ઓનલાઈન અરજી પૂર્ણ કરે અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel