યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. હમલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન કેન્દ્રો અને સબસ્ટેશનોને નિશાન બનાવી દેશને અંધકારમાં ધકેલવાનો હતો. આ હુમલાની કારણે યુક્રેન સરકારને તાત્કાલિક અસરથી દેશભરમાં ઈમરજન્સી પાવર કટ કરવાની ફરજ પડી.
રશિયાનું રાજદ્વારી વિકલ્પ ત્યાગ્યું, યુક્રેનનો કડક આક્ષેપ
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, રશિયાને દરેક વખતે રાજદ્વારી માર્ગ પસંદ કરવાની તક હતી, પરંતુ તેણે હિંસાનો માર્ગ પસંદ કર્યો. રશિયન હુમલાના સ્થળોએ સુરક્ષા અને સમારકામ કામગીરી સતત ચાલી રહી છે. રશિયાનું મુખ્ય લક્ષ્ય યુક્રેનના પાવર ગ્રીડ અને વિદ્યુત મથકો હતા. યુક્રેનના વિવિધ પ્રાંતોમાં ભારે નુકસાનના અહેવાલો મળ્યા છે.
નુકસાનના વિસ્તારો અને પ્રભાવ
વોલિન, ઇવાનો-ફ્રેન્કિવસ્ક, લ્વીવ અને રિવને પ્રદેશોમાં ભારે નુકસાન થયું છે. રિવનેમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે, જ્યારે વિનિત્સિયા પ્રદેશના લેડીઝિનમાં એક એગ્રીકલ્ચરલ કોલેજની વહીવટી ઇમારત ડ્રોન હુમલામાં નિશાન બની. કિવ અને ખાર્કિવ જેવા વિસ્તારોમાં પણ હુમલા થયા છે, અને કેટલીક જગ્યાઓમાં હવાઈ બચાવ (એર ડિફેન્સ) ચાલુ છે.
Wherever the security situation allows, rescue and repair operations continue at the sites of Russian strikes. Last night's attack involved more than 400 drones and around 40 missiles of various types. The main targets were the energy grid, generation facilities, and distribution… pic.twitter.com/KrFE60Q0xy
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) February 7, 2026
વૈશ્વિક સમર્થન અને સુરક્ષા ઉપકરણોની જરૂરિયાત
ઝેલેન્સ્કીએ વૈશ્વિક સમર્થન માટે કડક અપીલ કરી છે કે રશિયાની હિંસા સામે અવાજ ઉઠાવો. તેમણે કહ્યું કે યુક્રેનને પેટ્રિયોટ (Patriot), નાસામ્સ (NASAMS) અને અન્ય મિસાઈલ સિસ્ટમોની જરૂર છે, જેથી યુક્રેન સુરક્ષિત રહી શકે અને શિયાળો સલામત રીતે પસાર થાય. તેમણે તમામ ભાગીદાર દેશોને આ પરિસ્થિતિને સમજવા અને સહાય કરવા માટે આભાર વ્યક્ત કર્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel