સનાતન મૂલ્યોના સંદેશ સાથે દ્વારકા તીર્થમાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ટકોર કરી કે, અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે.!
ભારત વર્ષનાં ધામ દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક અને દેશ વિદેશના ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે.
સનાતન મૂલ્યોના સંદેશ સાથે દ્વારકા તીર્થમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ કથાના ત્રીજા દિવસે શિવજી દ્વારા કામદેવનો નાશ કરી રતિ સાથેના સંવાદ અને રામાવતારમાં રતિ એ કૃષ્ણાવતારમાં માયાવતી તરીકે આવ્યાંના પ્રસંગો વર્ણવ્યાં અને કહ્યું કે, પરમ તત્વ એક જ છે, લીલામાં ભિન્ન ભિન્ન રહ્યાં છે. રામ, કૃષ્ણ અને શિવ તેની લીલા દ્વારા આપણને માર્ગદર્શન આપે છે.
મોરારિબાપુએ ટકોર કરી કે, અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે.! આમ જણાવી સનાતનના નામે ધાર્મિક સંકુચિતતા પર હળવો રંજ વ્યક્ત કર્યો અને ઉમેર્યું કે માત્ર મંત્ર નહી, વર્તન સારું હોવું વધુ જરૂરી છે. અસત્ય માટે પ્રમાણ ગોતવું પડે પણ સત્ય તો સ્વયં જ પ્રમાણ હોય છે, તેમ કહી અનાદિ તત્વો સત્ય, પ્રેમ અને કરુણા તેના આરંભ કે અંત ન હોય, તે સિધ્ધ કરવું ન પડે.
યજમાન પૂર્ણિમાબહેન જેઠવા પરિવારના આયોજન સાથે સંતો, મહંતો અને મહાનુભાવો આ કથામાં લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel