બિપોરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને ધ્યાનમાં લઈ સાબરમતી રિવરફ્રન્ટ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ ઉપરની તમામ પ્રવૃત્તિ આજે બપોર બાદ બંધ કરવા મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે.શુક્રવારે પરિસ્થિતિ જોયા બાદ ફરી શરુ કરવા કે કેમ એ અંગે નિર્ણય લેવાશે.
અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાને લઈ થનારી સંભવિત અસરને પગલે મ્યુનિ.તંત્ર દ્વારા શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે તૈયારીઓ કરવામા આવી છે.દરમિયાન સાબરમતી રીવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ ઉપરાંત અટલફૂટ ઓવરબ્રિજ સહિતની તમામ પ્રવૃત્તિઓ આજે બપોર બાદ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.કાંકરિયા લેકફ્રન્ટ ઉપર પણ તમામ પ્રકારની પ્રવૃત્તિ બપોર બાદ બંધ કરી દેવામાં આવશે.શુક્રવારે શહેરમાં વરસાદનુ પ્રમાણ કેવુ રહે છે એની સમીક્ષા કરવામા આવ્યા બાદ જ મ્યુનિસિપલ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.