વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષો દ્વારા હિન્દુ સંસ્કૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખી આ મામલે સમાધાન કરવું જોઈએ. સમગ્ર મામલે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીયઅધ્યક્ષ અવિચલદેવાચાર્યજી મહારાજ દ્વારા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જે ઘટના ઘટી છે તે ચોક્કસથી નીંદનીય છે. ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ થઈ છે. પરંતુ દરેક બાબતનો એક સમાધાનકારી રસ્તો હોય છે. જેના પર બંને પક્ષો દ્વારા વિચારવામાં આવે તે જરૂરી છે. આ લડાઈથી માત્ર ને માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચે તેમ છે. જેથી અમે કોઈ રસ્તો નથી બતાવતા પરંતુ બંને પક્ષો ભેગા મળી તેના માટે યોગ્ય રસ્તો શોધે અને સમાધાન કરે તેવી અપીલ સંતો અને ગુરુજનો દ્વારા કરવામાં આવી છે.