સલમાન ખાન ઉનકે ટાર્ગેટ પર હૈ, મોકા મિલેગા તો જરૃર મારેેંગે, એવી દમકી મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડેએક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આપી હતી. આ સાથે તેણે અનેક બાબતો પર પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા તેની ગેંગ ખાલિસ્તાનના વિચારને સમર્થન આપતી નથી. એમ ગેંગસ્ટર ગોલ્ડીે કહ્યું હતું.
#SalmanKhan receives death threat from gangster Goldy Brar: "We will definitely kill him"https://t.co/JOWsDsWNKQ
— BollyHungama (@Bollyhungama) June 27, 2023
ગોલ્ડી બરાડ એક એવો ગુનેગાર છે જે દેશની બહાર બેસીને ગુનાહિત ગતિવિદિઓ કરે છે ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે. ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. કેનેડાની પોલીસના વોન્ટેડ લિસ્ટમાં તેનું નામ સામેલ છે. તેને પકડવા દોઢ કરોડનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેણે ન્યુઝ ચેનલ સાથે કુે લમને વાત કરી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં તેણે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડીે કહ્યું કે અભિનેતા સલમાન ખાન પણ અમારા નિશાના પર છે. જો તક મળસે તેને જરૃર મારી નાખીશું. આ સાથે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે કાલિસ્તાનને સમર્થન નથી કરતો અને આઈએસઆઈ સાથે મિત્રતા નથી.
વર્ષ ૧૯૯૮માં કાળિયારના શિકાર કેસમાં સલમાનનું નામ સામે આવ્યું હતું. ત્યારથી બિશ્નોઈ સમુદાયે સલમાનનો વિરોધ શરૃ કર્યો હતો તેની ફિલ્મોનો બહિષ્કાર કર્યો હતો. અગાઉ સલમાન કાળિયાર કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવાનો હતો. પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગેૈંગ કે તેના કોઈ સાગરિતે ધમકી આપતા સુરક્ષાનો હવાલો આપીને તે કોર્ટ સુધી પહોંચ્યો નહોતો.
જૂન ૨૦૨૧માં પણ એજનસીઓ જેલમાં બંધ લોરેન્સની પૂછપરછ કરી હતી ત્યારે તેણે સલમાનને મારી નાખવાની જવાબદારી રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને આપી હોવાનું કબૂલ કર્યું હતું. જેના લીધે મુંબઈ પોલીસની ઉંઘ ઊડી ગઈ હતી. બાદમાં સંપતે મુંબઈમાં સલમાનના ઘરની રેકી કરી હતી.
બિશ્નોઈ સમાજના લોરેન્સ કાલિયાર કેસમાં સલમાન સામે બદલો લેવા માગતો હતો બિશ્નોઈ સમાજ કાળિયારને ભગવાનની જેમ માને છે. સલમાનને ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા વધારવામાં આવી હતી.