Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

Animal સામે પીછેહઠ નહીં કરે Sam Bahadur, ધડાધડ વિક્કી કૌશલની ફિલ્મનું થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ, જાણો ફર્સ્ટ ડેના આંકડા

Animal સામે પીછેહઠ નહીં કરે Sam Bahadur, ધડાધડ વિક્કી કૌશલની ફિલ્મનું થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ, જાણો ફર્સ્ટ ડેના આંકડા

વિક્કી કૌશલ સ્ટારર અપકમિંગ ફિલ્મ સામ બહાદુર એક ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. રસપ્રદ વાત એ છે કે વિક્કી કૌશલની ફિલ્મની થિયેટર્સમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ સાથે ટક્કર થશે. રણબીરની એનિમલની રિલીઝ પહેલા જ ક્રેઝ ખૂબ જ છે. જોકે વિક્કીની સામ બહાદુર પણ એનિમલની આગળ ઝુકવા તૈયાર નથી. બંને ફિલ્મોને લઈને ખૂબ બઝ છે. આ દરમિયાન આ ફિલ્મોની એડવાન્સ બુકિંગ પણ ખૂબ થઈ રહી છે. ક્રાઈમ થ્રિલર એનિમલની આગળ બાયોપિક સામ બહાદુર પણ એડવાન્સ બુકિંગમાં કમાણી કરી રહી છે.

સામ બહાદુરનું પહેલા દિવસ માટે એડવાન્સ બુકિંગ કેટલુ થયુ

સામ બહાદુરનો એડવાન્સ બુકિંગ રિપોર્ટ શાનદાર છે. ફિલ્મના ફર્સ્ટ ડે માટે ખૂબ ટિકિટ વેચાઈ રહી છે દરમિયાન આ ફિલ્મ રિલીઝ પહેલા જ સારી કમાણી કરી રહી છે. હિંદી ભાષાના 2ડી ફોર્મેટમાં સામ બહાદુરે અત્યાર સુધી 1.24 કરોડની કમાણી કરી લીધી છે અને તેની અત્યાર સુધી કુલ 38 હજાર 556 ટિકિટ વેચાઈ ચૂકી છે. બોલીવુડ ફિલ્મ માટે નિર્ધારિત શો ની સંખ્યા 2,509 છે.

સામ બહાદુરનો સ્ટેટ વાઈઝ રિયલ ઓક્યૂપેન્સી રેટ શું છે

સ્ટેટ વાઈઝ ડિસ્ટ્રિબ્યૂશનને જોતા સૌથી વધુ રિયલ ઓક્યૂપેન્સી રેટ ત્રિપુરામાં 34% છે. જે બાદ તમિલનાડુમાં 17% અને દિલ્હીમાં 14% છે. સામ બહાદુર માટે આ આંકડા તેની સ્ટ્રોન્ગ રીઝનલ પરફોર્મેંસ સાબિત કરી રહ્યા છે.

સામ બહાદુર ક્યારે થશે રિલીઝ

સામ બહાદુર ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ સામ માણેકશોની બાયોપિક છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે અને આરએસવીપી મૂવી દ્વારા તેને પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મમાં વિક્કી કૌશલે સામ માણેકશોનું પાત્ર નિભાવ્યુ છે. ફાતિમા સના શેખ અને સાન્યાએ પણ ફિલ્મમાં મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને 55 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.