સનાતન ધર્મ સંસ્થાન સેવા સંસ્થા ભારત દ્વારા સુર્યનગરી સુરતમાં રવિવાર તા.૧૪નાં સનાતન ધર્મજ્ઞાન ગોષ્ઠી આયોજન કરવામાં આવ્યું છે. દ્વારિકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ સદાનંદ સરસ્વતીજી સાથે સંતો અને ધર્માચાર્યો દ્વારા સનાતન ધર્મ ચિંતન ચર્ચા થશે.
સંસ્થાનાં અધ્યક્ષ દ્વારિકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં તથા ઉપાધ્યક્ષ સ્વામી મુક્તાનંદ બાપુ અને સમગ્ર ગુજરાતનાં સંતો, મહંતો, આચાર્યશ્રીઓ તથા મહામંડલેશ્વરોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠિ યોજાનાર છે. સૂર્યનગરી સુરતમાં વરાછામાર્ગ પર આવેલ સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં રવિવાર તા.૧૪ના સવારે ૯-૩૦ કલાકે આ જ્ઞાન ગોષ્ઠીમાં સનાતન ધર્મ વિષયમાં ચર્ચા ચિંતન કરવામાં આવશે.
સનાતન ધર્મ સંસ્થાન સેવા સંસ્થા ભારત રચના થતાં પ્રથમવાર દ્વારિકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ સદાનંદ સરસ્વતીજી સાથે સંતો અને ધર્માચાર્યો દ્વારા સનાતન ધર્મ ચિંતન ચર્ચા થશે, જેમાં સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, શાસ્ત્રો. પુરાણો કે દેવસ્થાનો વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર તેમજ સનાતન ધર્મ વિરુદ્ધ લખાણ કૃત્ય કરનાર વ્યક્તિ તેમજ સંસ્થા સામે કાયદાકીય પગલાં અંગે નિર્ણયો લેવાશે. સનાતન ધર્મનાં સંતો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મને લઈને કામકાજ કરશે તેમ જણાવ્યું છે.