ગોહિલવાડનાં તીર્થસ્થાનોમાં સણોસરા પાસે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સાંઢિડા મહાદેવ બિરાજે છે.
ગોબરી નદી અને કુંડ સાથે વિશાળ નંદી અહીંના વિશેષ આકર્ષણ છે. અહીંયા નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવની પૂજા અર્ચના માટે દૂર સુદૂરથી ભાવિક ભક્તો આવતાં રહે છે.
શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને સોમવાર સહિત ભાવિક યાત્રિકો અહીંયા દર્શન અર્થે સતત આવતાં રહે છે. ઘણાં ભાવિક સેવકો સાંઢિડા મહાદેવનાં દર્શન માટે વર્ષોથી લાભ લઈ રહ્યા છે.
ગોહિલવાડમાં આ સાંઢિડા મહાદેવ સ્થાનમાં ભગવાન શિવજીને થાળ પ્રસાદ ધરવાનો સતત લાભ લેવા ચોર્યાશી અને પ્રસાદ ભોજન આપવાં માટે ભક્તો આવતાં રહે છે.