ચરોતરના પાટીદાર એક મંચ ઉપર ભેગા ન થાય તે મ્હેણું ભાંગ્યુ.
‘મને તમારામાં રહેલો ઇગો આપી દો. પછી જુઓ ચરોતરનો પાટીદાર વિશ્વ પર રાજ કરશે.
ચરોતર સરદારધામ ટીમના આગેવાન એનઆરઆઈ રિકેશ પટેલનું હૃદયસ્પર્શી આહ્વાન (પેટા)
આણંદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે સરદારધામ ચરોતર એકમ દ્વારા એક શામ સરદાર કે નામ લોકડાયરો અને પાટીદાર મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.બૃહદ ચરોતર એટલે કે ખેડા અને આણંદ જિલ્લામાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન યોજાયેલ ડ્રોન શો જનસમૂહનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.વળી ચરોતરમાં પાંચસો કરોડના ખર્ચે હોસ્ટેલ, હોસ્પિટલ,શૈક્ષણિક સંકુલ અને બિઝનેસ સેન્ટર સહિત પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે સરદારધામ ના અતિઆધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.મહત્વનુ છે કે, ચરોતરના પાટીદાર એક મંચ ઉપર ભેગા ન થાય તે મ્હેણું અહી ઉપસ્થિત માનવ મહેરામણ જોઈ ભૂસાયું હોવાની ચર્ચા પાટીદાર સમૂહના આંતરિક વર્તુળોમાં કેન્દ્રસ્થાને જણાતી હતી.
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જ ચરોતર સરદારધામ ટીમના આગેવાન એનઆરઆઈ રિકેશ પટેલે પાટીદારો પરીવારજનોના શાબ્દિક સ્વાગત સાથે હાર્ટ ટચિંગ આહવાન કરી કહ્યું હતું કે, હું અહી એક ભિક્ષા માંગવા આવ્યો છે જે તમે મને આપો…એમ જણાવી તેઓએ ‘મને તમારામાં રહેલો ઇગો આપી દો.’ પછી જુઓ ચરોતરનો પાટીદાર વિશ્વ પર રાજ કરશે.આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ચરોતર સંસ્કારોની ભૂમિ છે, સરદારના આદર્શો અહીં જ નિર્માણ થયા. સરદાર સાહેબ ચરોતરમાં જન્મ્યાં, મોટા થયા અને ચરોતરના વિચારમાંથી વિશ્વ વિખ્યાત વિભૂતિ બન્યા હતાં. તેમના 149મા જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ લઉં છું કે, હું ચરોતરનો વતની છું અને હું સરદાર છું. હું કોઇ પણ દ્વેષ અને ઇર્ષા વગર ભાઈ સાથે પગથી પગ મિલવી મનથી મન મિલાવી 500 કરોડના ખર્ચે ચરોતરની ભૂમિ પર પાટીદાર સમાજના કલ્યાણ માટે દિકરા – દિકરીઓની ભવિષ્ય માટે અને સમાજના ઉત્કર્ષ માટે સરદાર ધામ સાથે જોડાઉં છું. સરદારધામ માત્ર પાટીદાર માટેનું ધામ છે. પાટીદાર અમારો ધર્મ છે, નિષ્ઠા સમર્પણ ભાવના અને ઉત્કષ્ટ ભવિષ્ય આપણા સૌનું લક્ષ્ય છે.
કરમસદ ખાતે સૌરાષ્ટ્ર – કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન સરદારધામ માટે અપાયું (બોક્સ)
આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ વિશે કહું તો સરદાર વલ્લભભાઈ પટેલ નહોત તો આજનું આ હિન્દુસ્તાન નહોત. સરદાર વલ્લભભાઈ પટેલ જે માનતા હતા, ચાહતા હતાં, તે જ થયું હોત તો પાકિસ્તાનનો જન્મ પણ ન થયો હતો. કેટલાક લોકો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જઇને કહ્યું કે, પંડીતજી પોતાની આત્મકથા લકાવે છે, બાપુ આત્મકથા લખી રહ્યા છે. તમે પણ આત્મકથા લખવી જોઈએ. ઈતિહાસ લખવો જોઈએ. સરદાર પટેલે કહ્યું કે, ઈતિહાસ લખતો નથી. હું ઇતિહાસ રચું છું. બીજી ખુશીના સમાચાર એ આપવા છે કે કરમસદ ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન છે. જે એક રૂપિયાના ટોકનના ભાવે સરદાર ધામને વાપરવા આપવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન અધુરૂ છે કે સૌ સમાજ વિકસે. પરંતુ આપણો સમાજ સક્ષમ, સબળ, સમૃદ્ધ સ્વાવલંબી અને તંદુરસ્ત પ્રાકૃતિ સમાજનું નિર્માણ થાય તે માટે સૌના સહકાર માટે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઇ વ્યક્તિ સરદારધામની વૈચારિક ટોપી પહેરી કોપી કરે તો રાજી થવાનું છે. સરદારધામ વિશે જણાવતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બને, કૃષ્ણ જન્મભૂમિ મથુરમાં મંદિર બને તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિમાં સરદારધામ બનવું જોઈએ. જે આખા ચરોતરની લાગણી છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, યહુદી સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે. કે આપણી દિકરી શોપીંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ. સરદારધામની અંદર લાઠીદાવ, તલવાર બાજી શિખવાડવાનું શરૂ કર્યું છે. સ્વરક્ષણ તેનો અધિકાર છે. જે રીતે યહુદીઓ આર્થિક સામ્રાજ્ય ભોગવી રહ્યો છે. 88 લાખ છે, પરંતુ આપણે સવા કરોડ છીએ. યહુદીઓ પોતાના ધંધાના વિકાસ માટે દુનિયા પર છવાઇ જતાં હોય, તેના અને આપણા લોહીના ગુણ મળતાં આવે છે. તેજસ્વી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, પણ પ્રાકૃતિક સમાજનું નિર્માણ થવું જોઈએ. સ્વરક્ષણ માટે થવું જોઈએ. જેમા બિલકુલ અતિશક્યોતિ નથી.સમાજના ઉજજવળ ભવિષ્ય અને યુવાઓ શક્તિના સર્વાંગી વિકાસ માટે આપણે સંકલ્પ લેવો જોઈએ. સમસ્ત પાટીદાર સમાજ દેશ – દુનિયામાં જ્યાં પથરાયેલો છે, તેમાંથી ચુનંદા લોકોની એક થીંક ટેન્ક બનવી જોઈેએ. ચિંતન શીબીર થવી જોઈએ, મુદ્દા આધારીત. તે જે મુસદ્દા નક્કી કરે, તેવી રીતે પાટીદાર ગીતાનું નિર્માણ થાય. તેવી ટીમની રચના થાય. સમાજનું નેતૃત્વ કરશે. આવી ટીમની રચના થાય તે જરૂરી છે.
સુરતમાં સરદારધામ યુનિવર્સિટીનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે
2012માં સંકલ્પ લીધો હતો. 2013માં 35 કરોડની જમીન રાખી. પાટીદારની ગણતરી પૂર્વકનું સાહસ હોય છે. 5 રૂપિયા ખિસ્સામાં હોય, બળકટ મિત્રો હોય, પોતાની ગુણવીલ ધરાવતા હોય, હૈયે હામ ધરાવતા હોય, વિશ્વમાં નામ ધરાવતા હોય, ઊંચુ કામ કરવું છે, એવી દૃષ્ટિ ધરાવતા હોય. તે ગણતરી સાહસ હાલી જતાં હોય છે. જમીન રાખ્યા બાદ 2014માં ભૂમિ પૂજન કર્યુ. 80 કરોડ રૂપિયા સરદારધામની જોળીમાં સમસ્ત પાટીદાર સમાજે આપ્યાં હતાં. વધુમાં 2016માં રોડમેપ નક્કી કરવામાં આવ્યો. પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. દસ હજાર દિકરા – દિકરી માટે પરવડે તેવા છાત્રાલય એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આવતી 13 જાન્યુઆરીએ સુરતમાં 31 વિઘા જમીન રખાઇ છે. 31 કરોડના નામકરણ સાથે સરદારધામ યુનિવર્સિટીનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.
બીજુ લક્ષ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં તલાટીથી લઇ આઈએએસ, કોન્સ્ટેબલથી લઇ આઈપીએસ સુધી 10 હજાર દિકરા – દિકરીને મોકલવાનું નક્કી થયું છે. જેમાં સાડા ત્રણ હજાર દિકરા – દિકરી મોકલી દેવામાં આવ્યાં છે. ચરોતરમાંથી 50 જેટલા જોડાયાં છે. ત્રીજુ લક્ષ નક્કી કરવામાં આવ્યું છે કે, 2024માં 7,8, 9,10 જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સૌરાષ્ટ્ર – કચ્છના સહિયારા પ્રયાસથી રાજકોટ ખાતે કરવામાં આવસે. ચોથું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ છે કે, બી2બી દ્વારા 21 વીંગ ઉદ્યોગસાહસિકોની ચાલી રહી છે. 450 કરોડનો વેપાર કર્યો છે. તેમને પણ લક્ષ્ય આપવામાં આવ્યું છે.
અંતમાં તેઓએ સરદાર જયંતિના દિવસે એક શામ સરદાર સાહેબ કે નામ ચરોતરના આંગણે ભવ્ય – દિવ્ય અને ચેતનવંતો સુંદર સંકલન એટલે સફળ આયોજન કરનાર અને 28 દિવસથી રાત – દિવસ મહેનત કરી ગામડાં ખુંદી વળીને દિલ સુધી દસ્તક દઇને આમંત્રણ આપ્યાં છે. એવા સરદારધામના ટ્રસ્ટી રિતેશ પટેલ અને તેમની આગેવાનીમાં ચરોતર ટીમના અલ્પેશ પટેલ, નિરવ પટેલ, અલ્પાબહેન પટેલ, સમીરભાઈ, અમીતભાઈ પટેલ, અક્ષય પટેલ, અમીષ પટેલ, હિમાંશુ પટેલ, નિલેશ પટેલ અને સ્મીત પટેલ, રોમીત પટેલનું સહિતના આગેવાનોનું અભિવાદન કર્યું હતું.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ )