દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ સરકારને 5740 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ ની આવક તરીકે આપવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં આ સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી બેંકના ચેરમેન દિનેશ કુમાર ખારાએ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને ડિવિડન્ડનો ચેક સોંપ્યો. આ પ્રસંગે નાણાકીય સેવા સચિવ વિવેક જોષી પણ હાજર હતા.
Smt @nsitharaman receives a dividend cheque of ₹ 5,740 crore for FY 2022-23, which is the highest-ever dividend given by State Bank of India to Govt of India for a financial year, from Shri Dinesh Kumar Khara, Chairman – @TheOfficialSBI. Secretary – @DFS_India Shri Vivek Joshi… pic.twitter.com/ZBtdsjACny
— NSitharamanOffice (@nsitharamanoffc) June 16, 2023
નાણા મંત્રાલય વતી ટ્વીટ કરીને આ ડિવિડન્ડ ચેકની માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 માટે, નાણામંત્રીને SBI તરફથી 5740 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક મળ્યો, જે કોઈપણ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલ સૌથી વધુ ડિવિડન્ડની રકમ છે.
BSE વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2022-23 માટે શેરધારકોને 1130 ટકા એટલે કે 11.30 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. આ માટેની રેકોર્ડ તારીખ 31 મે 2023 હતી.
સ્ટેટ બેંકે FY2023માં રેકોર્ડ કમાણી કરી હતી. સમગ્ર નાણાકીય વર્ષમાં તેનો ચોખ્ખો નફો 50232 કરોડ રૂપિયા હતો. પહેલીવાર તેણે 50 હજાર કરોડનો આંકડો પાર કર્યો છે. વાર્ષિક ધોરણે, તેણે 58.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. FY23 નો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 11.18 ટકાના ઉછાળા સાથે રૂ. 83713 કરોડ હતો. NII એટલે કે ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે 19.99 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. FY23માં ગ્રોસ NPA 119 બેસિસ પોઈન્ટ ઘટીને 2.78 ટકા થઈ. નેટ એનપીએ 35 બેસિસ પોઈન્ટ ઘટીને 0.67 ટકા થઈ ગઈ છે.